કોંગ્રેસે હાર્દિકને પ્રવાસ માટે આપ્યુ હેલિકોપ્ટર, પ્રથમ દિવસે જ કોંગ્રેસને મળ્યો આ મોટો ફાયદો

પાટીદાર અનામત આંદોલનથીગુજરાતભરમાં લોકનેતા તરીકે ઉભરી આવનાર હાર્દિક પટેલને કોંગ્રેશ દ્વારા લોકસભા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સામાન્યતઃ હાર્દિક પટેલ અન્ય રાજ્યમાં જવા માટે પ્લેન અને એસ.યુ.વી. કાર નો ઉપયોગ કરતો હોય છે પરંતુ કોંગ્રેશમાં સામેલ થયા બાદ હાર્દિક પટેલ ના માન-સન્માન માં વધારો થયો છે. હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક તરીકે હેલિકોપ્ટર ફાળવામાં આવ્યું છે.

iAds

હાર્દિક પટેલ દ્વારા હેલિકોપ્ટર ના પ્રથમ પ્રવાસ અંગે ની માહિતી હાર્દિક પટેલે પોતાના સોસીઅલ મીડિયાના એકાઉન્ટ મારફતે આપી હતી. આ ફોટા વાયુ વેગે હાર્દિકના સમર્થકો દ્વારા સોશિઅલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યા છે. જેમાં હાર્દિક વિરોધીઓને નિશાને લેવામાં આવ્યા છે.

જામનગર વિધાનસભાની ત્રણ બેઠક પર હાર્દિક પટેલ અમદાવાદથી રાજકોટ હેલિકોપ્ટરમાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ફોર્ચ્યુનરમાંથી સીધો હેલિકોપ્ટરમાં આવતા જ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકોટ એરપોર્ટ પરથી તે કાલાવડ સભા માટે બાય રોડ કારમાં ગયો હતો. કાલાવડમાં ભાજપ વિરૂદ્ધ તેણે પ્રહાર કર્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસે આપેલી ઇજ્જત અને તાકાત અલ્પેશ ઠાકોર સંભાળી ન શક્યા.

હાર્દિકે આજે કાલાવડ ખાતેની સભામાં રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ અને બહેન નૈનાબાને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો છે. સ્ટાર ક્રિકેટરના પરિવારને અંકે કરી કોંગ્રેસ દ્વારા વધુ વખત ક્ષત્રિય સમાજના મત અંકે કરવાનો પ્રયાસ કર્યો હોવાનો રાજકીય વિશ્લેષકોએ મત વ્યક્ત કર્યો છે.

Trishul News