મેં મોદીને નીચ આદમી કહ્યું હતું! મેં સાચી ભવિષ્યવાણી જ કરી હતી!: અય્યર

કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે 2017માં વિધાન સવા ચૂંટણીઓ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। જેમાં પ્રધાનમંત્રી મોદી ને નીચ પ્રકારનો માણસ કહયા હતા. ત્યારે ફરી એકવાર તેમણે આ નિવેદન સાચું ઠેરવ્યું છે અને એક લેખ લખ્યો છે.

2017માં મીડિયા સાથે વાતચીત કરતી વખતે મણિશંકર ઐયર પીએમ મોદીને નીચ પ્રકારનો માણસ ક્રિકેટ ઓળખાવીને પ્રધાનમંત્રી ની ગરિમા પર લાંછન લગાડયું હતું. તે સમયે તેમના આ નિવેદન ની કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ આલોચના કરી હતી અને મણિશંકર મૈયર ને આ બાબતે માફી પણ માંગવામાં આવી હતી. અને તેમને કોંગ્રેસમાંથી બરતરફ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ બે વર્ષ બાદ ફરી એકવાર તેઓ આ બાબતે અલગ છે અને આર્ટિકલમાં લખ્યું છે કે યાદ છે મે 2017માં મોદીને શું કહ્યું હતું? શું ખોટી ભવિષ્યવાણી કરી હતી?

મોદીની શૈક્ષણિક લાયકાત નો ઉલ્લેખ પણ કર્યો

પોતાના આર્ટિકલમાં તેમણે મોદી ની રેલીઓ અને ઇન્ટરવ્યૂમાં દેવામાં આવેલા નિવેદનો નો ઉલ્લેખ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભગવાન ગણેશની પ્લાસ્ટિક સર્જરી અને ઉડન ખટોલા અને પ્રાચીન વિમાન કહેવાના નિવેદનો ખૂબ અજ્ઞાનતા ભર્યા ગણાવ્યા છે. આ સિવાય જ્યારે પોતાના ઇન્ટરવ્યૂનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં મોદીને બાલાકોટ હુમલા સમયે પ્રધાનમંત્રી મોદીએ સેનાને વાદળોની આડે રહીને હુમલો કરવાની વાતને યાદ કરી છે.

પોતાના આર્ટિકલમાં જ્યારે નરેન્દ્ર મોદીના એ નિવેદનની પણ આલોચના કરી છે, જેમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડિસેમ્બર 1987માં રાજીવ ગાંધી આઈ.એન.એસ વિરાટ અને પર્સનલ ટેક્સી ની જેમ લક્ષ્દ્રીપ લઈ ગયા હતા. ત્યારબાદ લખ્યું છે કે યાદ છે ને 2017માં મેં મોદી વિશે શું કહ્યું હતું? શુ મેં સાચી ભવિષ્યવાણી નહોતી કરી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *