મોદી સરકાર દરેક મોટી સરકારી કંપનીઓને વેચવાનું કરી રહી છે કામ, જાણો કોણે કહ્યું ?

એર ઇન્ડિયા અને બી.પી.સી.એલ.ને વેચવા મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદનને લઇને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફરી મોદી સરકારને હાથ લીધી છે. પ્રિયંકા ગાંધીએ આરોપ મુક્યો છે કે ભાજપ સરકાર મોટી-મોટી સરકારી સંસ્થાઓ અને કંપનીઓને વેચવાનું કામ કરી રહી છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. આપણી સંસ્થાઓ આપણી શાન છે. આ જ આપણી સોને કી ચિડિયા છે.

પ્રિયંકા ગાંધીએ એવો દાવો કર્યો કે ભાજપે વચન તો દેશ બનાવાનું આપ્યું હતું. પરંતુ તે કામ ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓને ખોકલી કરી તેને વેચવાનું કરે છે. આ ખુબ જ દુઃખદ છે.

નાણામંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું છે કે, સરકાર ઈચ્છે છે કે માર્ચ સુધી એર ઈન્ડિયા અને ઓઈલ રિફાઈનર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ની વેચાણ પ્રક્રીયા પૂરી કરી લેવામાં આવશે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, આગામા વર્ષની શરૂઆતમાં આ બે કામ પૂરા કરવાની અપેક્ષા છે. નાણા મંત્રીએ કહ્યું કે, સરકારને આ બે કંપનીઓ વેચવાથી આ નાણાકીય વર્ષમાં એક લાખ કરોડનો લાભ થશે. સીતારામને કહ્યું કે, એર ઈન્ડિયાની વેચાણ પ્રક્રીયા શરૂ થતા પહેલા જ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગયા વર્ષે રોકાણકારોએ એર ઈન્ડિયાને ખરીદવામાં વધુ ઉત્સાહ નહોતો બતાવ્યો એટલા માટે તેને વેચી શકાઈ નહિં. ઉલ્લેખનીય છે કે, વર્તમાન નાણાકીય વર્ષમાં કર સંગ્રહ ઘટતો જોતા સરકાર વિનિવેશ અને સ્ટ્રેટજિક સેલ દ્રારા રેવેન્યૂ એકત્ર કરવા માંગે છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, આર્થિક મંદી સામે નિપટવા માટે સમયસર જરૂરી પગલા ઉઠાવવા જરૂરી છે અને ઘણાં ક્ષેત્ર હવે મંદીથી બહાર નીકળી રહ્યા છે.

સીતારામને કહ્યું કે, ઘણાં ઉદ્યોગોના માલિકોને કહેવામાં આવ્યું છે કે તે પોતાની બેલેન્સશીટમાં સુધારો કરે અને તેમાંથી ઘણાં નવા રોકાણની તૈયારી કરી રહ્યા છે. નાણાંમંત્રીએ કહ્યું કે, અમને આશા છે કે અમુક ક્ષેત્રોમાં સુધારમાં જીએસટી કલેક્શન વધશે. આ સિવાય સુધારાના પગલાથી કર સંગ્રહ વધી શકે છે.

તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે એસ્સાર સ્ટીલ પર જે નિર્ણય સંભળાવ્યો છે તેનાથી ઘણો સુધારો જોવા મળે છે અને આગામી ક્વાર્ટરમાં તેનો પ્રબાવ બેન્કોની બેલેન્સ શીટ પર જોવા મળશે. તેમણે કહ્યું કે, લોકોમાં બદલાવ આવ્યો છે કેમ કે તહેવારો દરમિયાન બેન્કોએ 1.8 લાખ કરોડની લોન વહેંચી છે. સીતારામને કહ્યું કે જો ગ્રાહકોની આર્થિક સ્થિતિ પાટા પર ન હોય તો તે બેન્કો પાસેથી લેવા બાબતે વિચાર જ કેવી રીતે કરતા? અને આવુ આખા દેશમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *