ભાજપ દ્વારા રાજ્યસભામાં ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાન ઉતારવામાં આવતા કોંગ્રેસના જનતાદળના નેતા ગૌરવ પંડ્યાએ ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમને કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી પાટીદાર ઉમેદવાર ઉતારવાની માંગ હતી પરંતુ કોંગ્રેસમાંથી પાટીદાર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી બંને પક્ષમાંથી માત્ર એક જ પાટીદાર ઉમેદવાર છે. એટલે હવે પાટીદાર ધારાસભ્યોને સાચવવા કોંગ્રેસ માટે મોટો પડકાર છે.
આ ઉપરાંત ગૌરવ પંડ્યાએ નરહરિ અમીનનું કોંગ્રેસમાં ખૂબ સારું વર્ચસ્વ હોવાથી કોંગ્રેસ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકાઈ શકે છે. તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. ગૌરવ પંડ્યાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નરહરિ અમીન કોંગ્રેસ માટે એક જાણીતો ચહેરો છે અને તે પોતાનું એક ચાહક વર્તુળ આજે પણ કોંગ્રેસમાં ધરાવે છે. આ એક કોંગ્રેસ માટે પડકાર છે એટલે આપણે બધાને સાથે રાખવા પડશે અને સાચવવા પડશે. બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે, કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યએ એવી માંગણી કરી હતી કે, પાટીદાર ઉમેદવાર રાજ્યસભા માટે એક આપવો જોઈએ. રાજ્યસભાના પાંચ ઉમેદવારમાંથી એક જ ચહેરો પાટીદાર છે અને એ પણ ભાજપમાંથી છે.
If Sh Narhari Amin is 3rd BJP candidate for Rajya Sabha from Guj, he will pose a greater challenge for congress to keep it’s folk secure & united bcoz he still has lots of admirers in Cong + the fact that there is no Patel candidate inspite of Cong MLAs open demands
— Gaurav Pandya (@gauravp_valsad) March 13, 2020
ગૌરવ પંડ્યાએ જણાવ્યું હતું કે, આપણે પાટીદાર ધારાસભ્યોની માંગણીને માન નથી આપી શકતા અને નવું જ એક પરિણામ ઉમેરે છે. મેં પક્ષને ચેતવણી આપી છે, જાગૃત કર્યો છે કે આપણે આ બાબતમાં ધ્યાન રાખવું પડશે. ધ્યાન નહીં રાખીએ તો નરહરિ અમીન પોતાના વ્યક્તિગત સંબંધો અને વર્ચસ્વનો ઉપયોગ કરીને આપણને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.