મધ્યપ્રદેશના સિહોરમાં એક મતગણના કેન્દ્ર પર સિહોર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રતનસિંહ ઠાકોર નું હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું છે. તેઓ ચૂંટણીનું પરિણામ જોતા ચક્કર ખાઈને ખુરશી પર પડી ગયા. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
દેશભરમાં લોકસભાની ચૂંટણીનું મતદાન કાઉન્ટિંગ શરૂ થઇ ચૂકયું છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે સરકાર બનાવતી નજરે ચઢી રહી છે. મધ્યપ્રદેશમાં ખાસ કરીને બીજેપીને ખૂબ જ મોટી જીત થઇ છે. કોંગ્રેસના ઘણા બધા દિગ્ગજ નેતાઓ હારતા દેખાઈ રહ્યા છે.
2014ની લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં બીજેપીને ખૂબ જ મોટી જીત થઇ હતી. અહીંની 29 લોકસભા સીટો માંથી 27 લોકસભા સીટ બીજેપીએ જીતી હતી. જ્યારે કોંગ્રેસ કેવળ બે સીટ પર જ જીતી શકી હતી. પરંતુ મોદી લહેર હોવા છતાં પણ મધ્યપ્રદેશની ગુના અને છિંદવાડા બેઠકો જીતી શકી નહોતી. પરંતુ આ વખતે કોંગ્રેસની વધેલી સીટો પણ હાથમાંથી જાતિ દેખાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.