હાલમાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે જેના બીજા દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો છે. સરકાર દ્વારા મજૂર કાયદા બીલ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કોમેન્ટ બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવી ગયા હતા. ત્યારે આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ઉશ્કેરાઈને પોતાનું માઈક ગૃહમાં ફેંક્યું હતું. નૌશાદ સોલંકી અને નીતિન પટેલ વચ્ચેનો વિવાદ નવો નથી, ઉશ્કેરાયેલા નૌશાદ સોલંકીએ પોતાની જગ્યાએથી માઈક લઈને છુટ્ટું નીતિન પટેલ તરફ ફેંક્યું હતું.
વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોમેન્ટ પાસ કરતા કહ્યું હતુ કે, 150 વર્ષના ઇતિહાસની વાત કરો છો. ત્યારે નૌશાદ સોલંકીએ કહ્યું તે, બાબાસાહેબ અંબેડકરની વાત પર વાંધો શુ છે. ત્યારે નીતિન પટેલે નૌશાદ સોલંકીને જવાબ આપ્યો કે, ઘરમાં કે ખેતરમાં મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો? જેના જવાબમાં નૌશાદ સોલંકીએ કહ્યું કે, મને કોન્ટ્રાકટર સાબિત કરો કે નીતિન પટેલ મારી માફી માંગે. આ મામલે ગૃહમાં હોબાળો થતાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું.
ધારાસભ્યોએ ‘મજૂર વિરોધી યે સરકાર નહિ ચલેગી’ ના સૂત્રોચ્ચારો કર્યા હતા. ગિન્નાયેલા કોંગ્રેસના ધારાસભ્ય નોશાદ સોલંકીએ ગેલેરી નંબર 4 માંથી માઈક ફેકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીની કોમેન્ટ્સ બાદ કોંગ્રેસના ધારાસભ્યો નારેબાજી સાથે વેલમાં ધસી આવ્યા હતા. આ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. વિધાનસભા ગૃહનું કામકાજ પૂર્ણ થતા વિધાનસભા અધ્યક્ષે ચેમ્બરમા આવી નૌશાદ સોલંકીને ફરિયાદ કરવા કહ્યું હતુ. પરંતુ નૌશાદ સોલંકીએ ગેલેરી 4 માં જ બેસીને વિરોધ દર્શાવ્યો હતો. જેના બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાની, ઉપનેતા શૈલેષ પરમાર, સિનીયર ધારાસભ્ય પુંજા વંશ સહિતના સભ્યો વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરવા પહોંચ્યાં હતા.
આ ઘટના બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માઈક છુટ્ટુ ફેંકવા મુદ્દે ધારાસભ્ય સામે પગલાં ભરવા માગણી કરી હતી. જ્યારે ધારાસભ્ય નૌશાદ ગેલેરીના પગથિયા પર ધરણાં પર બેસી ગયા હતા. ભારે સમજાવટ બાદ નૌશાદ સોલંકીએ ધરણાં પૂરા કર્યા હતા. અને વોક આઉટ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle