રેશન કાર્ડ ધારકોને મળી શકે છે ખુશીના સમાચાર- રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં દર મહિને સિંગતેલ આપવા વિચારણા

રેશન કાર્ડ (Ration card)ધારકોને ખુશીના સમાચાર મળી શકે છે. જાણવા મળ્યું છે કે, આજ રોજ રાજ્ય સરકાર (state government)ની કેબિનેટ બેઠક (Cabinet meeting)નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી આ કેબિનેટ બેઠકમાં રાજ્યના NFSA કાર્ડ(NFSA Card) ધારકો માટે મોટો નિર્ણય કરવા માટે દરખાસ્ત મૂકવામાં આવી. જોકે આ દરખાસ્તને હાલ વિચારણા હેઠળ રાખવામાં આવી છે. પરંતુ આગામી સમયમાં રાજ્યના 70 લાખ કરતાં વધારે NFSA કાર્ડ ધારકો માટે મોટો ફાયદારૂપ નિર્ણય લેવાઈ શકે છે.

પ્રતિ માસ સિંગતેલ આપવું જોઈએ:
હાલ રાજ્યમાં NFSA કાર્ડધારકોને વર્ષમાં બે વખત જ એટલે કે જન્માષ્ટમી અને દિવાળી સમયે જ સીંગતેલ આપવામાં આવે છે, ત્યારે પ્રતિ માસ જો સિંગતેલ આપવામાં આવે તો આવા સંજોગોમાં રેશનકાર્ડ ધારકોને મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે તેમ છે. આ અંગે આજ રોજ યોજાયેલી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી.

વહીવટીય પાસાનો અંદાજ કાઢવા નિર્ણય વિચારણા હેઠળ:
જોકે આર્થિક બોજા સહિતના વિવિધ વહીવટીય પાસાનો અંદાજ કાઢવા માટે હાલ આ દરખાસ્તને વિચારાધીન રાખવામાં આવી છે. એટલે કે, આ અંગે તમામ મંત્રી મંડળ દ્વારા ચર્ચા વિચારણા કર્યા બાદ કોઈ પણ નિર્ણય લેવામાં આવશે. આ સિવાય અગાઉ તારીખ 15 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના 71 લાખ કાર્ડ ધારકોને હવેથી પ્રતિ માસ 1 કિલો ચણા આપવામાં આવશે.

પ્રતિ વર્ષ રાજ્ય સરકારને રૂ. 400થી 500 કરોડનો આર્થિક બોજ ઊભો થવાની સંભાવના:
NFSA કાર્ડધારકોને રાજ્ય સરકાર દ્વારા હાલ તહેવાર દરમિયાન વાર્ષિક બે વખત સિંગતેલ આપે છે, ત્યારે લગભગ 55 કરોડ જેટલો આર્થિક બોજ થાય છે તેવામાં હવે જ્યારે પ્રતિ માસ સીંગતેલ આપવાની વિચારણાં ચાલી રહી છે. જેને પગલે પ્રતિ વર્ષ સરકારને રૂ. 400થી 500 કરોડનો આર્થિક બોજ ઊભો થાય તેવી શક્યતા છે.

વર્ષમાં બે વખત સબસિડી સાથે માત્ર 100 રૂપિયામાં જ સિંગતેલ આપવા લેવાયો છે નિર્ણય:
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ જ નિર્ણય લેવાયો હતો કે, વર્ષ દરમિયાન બે વખત અપાઈ રહેલા સીંગતેલમાં 97 રૂપિયા સબસિડી આપવાનો નિર્ણય કરી માત્ર 100 રૂપિયામાં જ સિંગતેલ આપવાનો નિર્ણય કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *