સુરતમાં જમીન રિઝર્વેશન મુદ્દે આભવાના ખેડૂતો દ્વારા બેનર અને સુત્રોચાર સાથે જિલ્લા કલેકટર અપાયું આવેદન પત્ર

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત એરપોર્ટ(Surat Airport) માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં વિશાળ જમીન સંપાદન લેવા સામે ખેડૂતો(Farmers)ની નારાજગી સામે આવી છે. 1989, 1999 અને હવે 2022માં ફરી…

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત એરપોર્ટ(Surat Airport) માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં વિશાળ જમીન સંપાદન લેવા સામે ખેડૂતો(Farmers)ની નારાજગી સામે આવી છે. 1989, 1999 અને હવે 2022માં ફરી આભવા જમીન સંપાદન લેવા સામે ખેડૂતોમાં રોષ સામે આવ્યો છે. આ મામલે કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ચોર્યાસી તાલુકાના આભવા ગામના ખેડૂતોની ફળદ્રુપ જમીન વારંવાર જુદા જુદા હેતુ માટે સંપાદનમાં લેવાની પ્રક્રિયાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અગાઉ 1989,1999 અને હવે 2022માં ફરી આભવા ગામની જમીન સંપાદનમાં લેવા સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જાણવા મળ્યું છે કે, આ અંગે આભવા ગામના ખેડૂત અગ્રણીઓની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ખેડૂત આગેવાનો દ્વારા એરપોર્ટના હેતુ માટે બિન જરૂરી રીતે 700 એકર જમીન સંપાદન હેતલ મુકવાની દરખાસ્ત ખુડાના ડીપીમાં સામેલ કરી સરકારની મંજુરી માટે મોકલવામાં આવી છે તેનો વિરોધ ઓન્ધાવવા અસરગ્રસ્ત આભવાના 300 ખેડૂતો સહીત 4000 પરિવારો વતી ખેડૂતો આગેવાનો દ્વારા કલેકટર અને ખુડાના મુખ્ય અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, કલેકટર કચેરી બહાર સુત્રોચાર અને વિવિધ બેનરો સાથે વિરોધ પણ નોધાવવામાં આવ્યો હતો.

આ અંગે હિરેન દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર જમીન સંપાદન કરવા જઈ રહી છે. જેનાથી 300થી વધુ ખેડૂતો છે અને 4000 પરિવારને અસર થશે. સર્વે કર્યા વિના આ નિણર્ય લેવામાં આવ્યો છે. અમારી માંગ છે કે, રીઝર્વેશન ડ્રાફ્ટ સંપૂર્ણ પણે હટાવવામાં આવે. અમે જે પ્રકારની માંગ કરી રહ્યા છે તે મુજબ જો કાર્યવાહી નહી કરવામાં આવે તો અમે આગામી દિવસોમાં વધુ યોગ્ય રીતે આંદોલન કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *