અમદાવાદ(ગુજરાત): એક પોલીસકર્મીએ નવા બનેલા પાલડી પોલીસ સ્ટેશનના લોકરમાંથી રિવોલ્વર કાઢીને પોતાની જાતે ગોળી મારીને આપઘાત કરતા પોલીસમાં હોબાળો મચી ગયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાને કારણે પોલીસબેડામાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ કેસમાં હજી સુધી મૃતકની કોઈ સુસાઈડ નોટ મળી નથી.
મળતી માહિતી અનુસાર, હાલમાં શહેરમાં અત્યાધુનિક સુવિધાઓથી બનેલા નવા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એકાઉન્ટ રાઈટર હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ સવારે સાડા નવ વાગ્યે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયાં હતાં. તેઓ સામાન્ય રીતે રોજ સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં આવતાં હોય છે. પરંતું આજે સવારે પોલીસ સ્ટેશનમાં આવીને અન્ય સ્ટાફ બીજી તપાસમાં વ્યસ્ત હતો તે સમયે ઉમેશ હથિયારો જ્યાં પડ્યા હોય છે ત્યાં પહોંચી ગયો હતો.
હથિયારોના લોકરની ચાવી ઉમેશ પાસે હતી. ઉમેશે લોકર પાસે આવીને લોકરમાંથી રિવોલ્વર કાઢીને પોતાની જાતને જ ગોળી મારી દીધી હતી. આ વાતની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. અધિકારીઓએ 108ની મદદ લીધી હતી પરંતુ ઉમેશનું સારવાર પહેલાં જ મોત નીપજ્યું હતું. હજી સુધી આ સમગ્ર ઘટનામાં પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી તેમજ ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી.
અમદાવાદમાં હવે આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. છેલ્લાં 2 દિવસમાં અમદાવાદમાં 12 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં 5 મહિલાઓ અને 1 સગીર સહિત 7 પુરુષનો સમાવેશ થાય છે. આ તમામ આપઘાતના બનાવમાં કોઈ કારણ સામે આવ્યા નથી. સમગ્ર બનાવોમાં પોલીસ અકસ્માત મોત નોંધી કારણ અંગે તપાસ કરી રહી છે. બે દિવસમાં આપઘાતના બનાવમાં એક જ વ્યક્તિ 60 વર્ષથી ઉપરની વયના છે બાકી બધા યુવાન છે. એક જ દિવસમાં 3થી 4 લોકો આપઘાત કરી લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.