સમગ્ર વિશ્વમાં જયારે થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર કોરોનાથી સંક્રમિત લોકોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં પણ સતત કેસ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. ગઈકાલનો રેકોર્ડ આજે તૂટ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના 1790 નવા કેસ સામે આવ્યા છે. જેના બદલામાં આજે 1277 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.
છેલ્લા 24 કલાકમાં સુરતમાં 582 કેસ, અમદાવાદમાં 506 કેસ, વડોદરામાં 145 કેસ, રાજકોટમાં 130 કેસ, ભાવનગરમાં 27 કેસ, જામનગરમાં 22 કેસ, સુરેન્દ્રનગરમાં 8 કેસ નોંધ્યા છે. આમ કુલ 1790 કેસ આજરોજ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત, આજના દિવસે અમદાવાદમાં 2, સુરતમાં 2, ગાંધીનગર, જામનગર અને રાજકોટ વડોદરામાં એક એક મોત થયા છે.
સુરતમાંસૌથી વધુ 582 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો અમદાવાદમાં સૌથી વધુ સક્રિય દર્દી જોવા મળ્યા છે. હાલ કોરોનાના એક્ટિવ કેસમાં રાજ્યમાં 2360થી વધારે સુરતમાં છે જ્યારે અમદાવાદમાં 1600થી વધારે દર્દીઓ છે. સુરત શહેર અને જિલ્લા મળીને રાજ્યમાં સૌથી વધુ સંક્રમણના કેસો સાથે સુરત પ્રથમ છે.
અત્રે ઉલેખનીય છે કે, ગઈકાલના રોજ ગુજરાત રાજ્યમાં 1730 કોરોનાના કેસ નોંધાયા હતા. આજથી 1 મહિના પહેલા એટલે કે 30 દિવસ પહેલાં રાજ્યમાં 300થી નીચે કેસ આવતા હતા. આજે 500થી વધારે કેસ તો ફક્ત સુરત અને અમદાવાદમાં આવી રહ્યા છે. કોરોનાની સ્થિતિ એક મહિનામાં 5 ગણી વધારે ખરાબ છે. રાજ્યમાં સરકાર ભલે સબ સલામતના દાવા કરે પરંતુ કોરોનાના વધતા કેસો કંઈક અલગ જ કહે છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો હોય તેમ છેલ્લા એક મહિનામાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં એક મહિના પહેલા માત્ર 258 જેટલા કેસ આવતા હતા તેની સામે ફક્ત અમદાવાદમાંથી જ 500થી વધારે કેસ સામે આવ્યા છે. માર્ચ મહિનાના 23 દિવસમાં જ 20 હજારથી વધારે કોરોના સંક્રમિતો થયા છે.
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 34,94,277 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,09,464 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 41,03,741 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,14,172 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.
અત્રે ઉલેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,77,603 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 7318 કોરોનાના એક્ટિવ કેસ છે. 76 લોકો વેન્ટિલેટર પર છે. 7242 લોકો સ્ટેબલ છે. 2,77,603 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4458 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.