પ્રાપ્ત માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં લગભગ 3 હજાર કર્મચારીઓ છે. જેમાંથી અત્યાર સુધીમાં 150 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સીજેઆઈ એનવી રમન્ના સહિત 32 જજોમાંથી ચાર જજોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અન્યના રિપોર્ટ આવવાના બાકી છે. તમામ લોકોના રિપોર્ટ આવ્યા બાદ આ આંકડો વધે તેવી શક્યતા છે.
સંસદ ભવનનાં 400 કર્મચારીઓ કોવિડ પોઝીટીવ:
સંસદ ભવનમાં પણ કોરોના(Corona) ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં લગભગ 400 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ આંકડો મોટો છે અને તેના કારણે સંસદનું કામકાજ પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને બજેટ સત્ર પર ખતરો જોવા મળી રહ્યો છે. આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.
દિલ્હી પોલીસ કોરોનાની ઝપેટમાં છે:
સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન સહિત દિલ્હી પોલીસના લગભગ 300 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તેમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ છે. દિલ્હી પોલીસના એડિશનલ કમિશનર અને જનસંપર્ક અધિકારી ચિન્મય બિસ્વાલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 114 પોલીસકર્મીઓ અને 18 વરિષ્ઠ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં ઘણા IPS અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. છેલ્લા 48 કલાકમાં 2 પોલીસકર્મીઓના પણ કોરોનાને કારણે મોત થયા છે.
જેલમાં પણ કોરોનાનો કહેર
દિલ્હીની ત્રણ જેલોમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. અત્યાર સુધી મળેલા સમાચાર મુજબ દિલ્હીની 3 જેલોમાં લગભગ 46 કેદીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સાથે જ 43 કર્મચારીઓ પણ પોઝીટીવ મળી આવ્યા છે. રવિવાર સુધી તિહારમાં કુલ 29, રોહિણી જેલમાં 12 અને મંડોલી જેલમાં 17 કેદીઓ સંક્રમિત જોવા મળ્યા હતા.
સંસદ અને સુપ્રીમ કોર્ટ કેવી રીતે કામ કરે છે?
કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ 2 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ સુનાવણી કરવાના નિર્દેશ આપ્યા હતા. આ દરમિયાન ન્યાયાધીશોને તેમના ઘરેથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ સંસદમાં 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, દેશમાં 24 કલાકમાં 1,79,723 નવા કેસ નોંધાયા છે. હકારાત્મકતા દર 13.29% છે. દિલ્હીમાં આજે સવારે 5 વાગ્યે વીકએન્ડ કર્ફ્યુ સમાપ્ત થયો, જે શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી અમલમાં આવ્યો. આ સાથે, રવિવારે સીએમ અરવિંદ કેજરીવાલે પણ સ્પષ્ટ કહ્યું કે માસ્ક પહેરો, કોવિડના નિયમોનું પાલન કરો, લોકડાઉનની કોઈ શક્યતા નહીં હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.