કોરોના ઇફેક્ટ: હવા થઈ એટલી સ્વચ્છ કે અહીથી દેખાઈ રહ્યો છે હિમાલય

દેશ ભરમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે લોક ડાઉનનો અમલ છે જેને એક અઠવાડિયાથી વધુનો સમય પસાર થઇ ગયો છે.૨૧ દિવસ લોકડાઉન આપવામાં આવ્યું હોવાથી હજુ લોકડાઉન ખુલવાને ૧૧ દિવસની વાર છે. મહાનગરો, નાના નગરોથી માંડીને ગ્રામીણ વિસ્તારમાં સૂના જોવા મળે છે.

દિલ્હી, મુંબઇ, કલક્તા જેવા શહેરોમાં ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા દૂર થઇ ગઇ છે. હવાની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળી રહયો છે.

ખગોળશાસ્ત્રીઓ રાતે તારા જોઇ શકે એટલું આકાશ ચોખ્ખું જોવા મળે છે. સોશિયલ મીડિયામાં સ્વચ્છ આબોહવા અને હરીયાળીની તસ્વીરો પણ શેર કરવામાં આવી રહી છે .દેશમાં લોકોએ સળંગ ૨૧ દિવસ લોકડાઉનએ પ્રથમ ઘટના હોવાથી ધરખમ પરીવર્તન જોવા મળી રહયું છે.

લોકો પોતાના શહેરોની વિવિધ તસ્વીરો મોકલી રહયા છે. આજકાલ પંજાબના જલંધર શહેરથી આવેલી એક તસ્વીરે સૌનું ધ્યાન ખેંચ્યું છે જેમાં જલંધરથી હિમાલય પર્વતની ધોલાધાર રેંજના બરફના પહાડો જોઇ શકાતા હોવાનો દાવો કરવામાં આવી રહયો છે. લોકો કયારેય જોયો ન હોય એવો અદૂભૂત નજારો જોવા માટે એકઠા થયા હતા. વિસ્તાર આસપાસ રહેતા ઘણાને દૂર કોઇ આવી કોઇ પહાડી હોવાનું પ્રથમ વાર ધ્યાનમાં આવ્યું હતું.

કેટલાક લોકો તો હિમાલયના પર્વતના દર્શન માટે દૂરબીનનો પણ ઉપયોગ કરવા નજરે ચડતા હતા. આ પરીવર્તનનું કારણ વાહનો અને ટ્રાફિકનો ધૂમાડો ઓછો થતા પ્રદૂષણ ઘટવાથી નરી આંખે દૂર સુધી જોઇ શકવાની ક્ષમતા વધી છે.જો કે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયો છે તેની સત્યતા તપાસવી જરુરી બને છે તેમ છતાં લોકડાઉનના કારણે આ પરીવર્તન આવી શકે છે એવા કોઇ શંકા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *