કોરોના: ભારતમાં અહિયાં સાજા થયા 10 ઇટાલિયન, જણાવ્યો હોસ્પિટલનો અનુભવ

ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોના વાયરસથી સંક્રમિત 10 ઈટાલીયન નાગરિક સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે અને સોમવારે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તેમને થોડા દિવસો સુધી દિલ્હીના ITBP કેમ્પના હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ ઈલાજ માટે મેદાંતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

ઈટલીથી આવેલા પર્યટકોના ગ્રુપમાં કુલ 14 લોકો હતા. આના પહેલા ગ્રુપના એક સદસ્યને રીકવર કરી લેવામાં આવ્યો હતો અને તેને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો.

મેદાંતા હોસ્પિટલમાં હજુ પણ ઇટલીના ત્રણ નાગરિકો નો ઈલાજ ચાલી રહ્યો છે. જેમાં એકને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે.

મેદાંતામાંથી ડિસ્ચાર્જ થયેલ ૭૦ વર્ષીય મહિલા એમિલાએ હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું, અમારા શરીરમાં કોઇ પણ લક્ષણ દેખાઈ રહ્યું ન હતું. ન તાવ કે ન કફ. કોઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ હતી નહીં. અમારામાંથી 3 ને તબિયત સારી લાગતી ન હતી. ત્યારબાદ અમને અચાનક ખબર પડી કે અમે કોરોના વાયરસ પોઝિટિવ છીએ.

એમીલાના પતિનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો જેના બાદ તે પોતાના દેશ પાછો ફર્યો હતો. એમીલા પોતાના ગ્રુપમાં અંગ્રેજી બોલનારા એકમાત્ર મહિલા છે. તે કહે છે કે અમારી જેમ તમામ લોકો જે પોતાના પાર્ટનર વગર અહીંયા રોકાયેલા છે કારણ કે અમને અહીંયા રહેવું વધારે સાચું લાગ્યું.

ઇટાલિયન પર્યટકોનું આ ગ્રુપ 20 ફેબ્રુઆરીએ ભારત પહોંચ્યું હતું. જેમાંથી વધારે લોકોની ઉંમર 60 થી 70 વર્ષ વચ્ચે છે. ગ્રુપના કો-ઓર્ડીનેટરની ઉંમર 50 ની આજુબાજુ છે. ગ્રુપના લોકો એક બીજાને જાણતા ન હતા પરંતુ તમામ લોકો ભારત ફરવા માંગતા હતા. તેમને શું ખબર હતી કે તેમનો દેશ એક મહામારીને ગળે લગાવવા જઈ રહ્યો છે. તેમનામાંથી ઘણા લોકો પહેલાં સંક્રમિત થઈ ચૂક્યા હતા પરંતુ હજુ સુધી તેઓને કોઇ ખબર પડી ન હતી.

તેમણે કહ્યું,જ્યારે તેમણે ત્યાંથી ફ્લાઇટ પકડી ત્યારે તેમને વાયરસ વિશે કોઈ ખબર હતી નહીં.ભારત આવ્યા ના પહેલા દિવસે જ અમને ખબર પડી કે ઇટલીમાં પણ કોરોના વાયરસ ફેલાઈ ચૂક્યો છે.અમારા એક મિત્ર માં ફ્લૂ જેવા લક્ષણો હતાં પરંતુ તેણે ઇટલીમાં ડોક્પાટર પાસે જવાની ના પાડી દીધી કારણ કે તે સમયે અમને વાયરસ વિશે પછી ખબર હતી નહીં. અમે આ વાતને લઈને અમારા મિત્રથી નાખુશ હતા. અમને આ વાત વિચારી ને દુઃખી થાય છે કે અમે આ વાઇરસને અહીંયાં લઈ આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *