સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે. ત્યારે હવે નવી બીમારીએ હાહાકાર મચાવી દીધો છે.
અમેરિકામાં કોરોના વાયરસની મહામારીનો હજુ અંત નથી આવ્યો ત્યા તો નવી બીમારી આવી ચુકી છે. અમેરિકામાં જીવલેણ કેંડિડા ઓરિસના કેસની જાણકારી મળી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર અધિકારીએ ગુરુવારે ડલાસની 2 હોસ્પિટલમાં અને વોશિંગ્ટન ડીસીના એક નર્સિંગ હોમમાં જીવલેણ બીમારી મળી આવી છે. કેંડિડા ઓરિસ બીમારી યીસ્ટનું એક જીવલેણ અને ખતરનાક રૂપ છે. આ બીમારી ગંભીર મેડિકલ કંડીશનના રોગીને માટે ખુબ જ જીવલેણ સાબિત થાય છે. કેમ કે આ ખતરનાક બીમારી રક્તપ્રવાહમાં સંક્રમણ અને મોતનું કારણ પણ બની શકે છે.
CDC ટીમના કહ્યા અનુસાર, પહેલી વાર કેંડિડા ઓરિસ બીમારી જોવા મળી છે. જે બીમારીને કારણે એક વ્યક્તિથી અન્ય વ્યક્તિઓ બીમાર થઇ રહ્યા છે. વોશિંગ્ટન ડીસી નર્સિંગ હોમમાં કેંડિડા ઓરિસ વાયરસના 101 કેસ સામે આવ્યા છે. જે પૈકી 3 કેસ આ બીમારીના છે. જે તમામ ત્રણે પ્રકારની એન્ટિફંગસ દવાઓ વિરૂઘ્ધ પ્રતિરોધી હતા. ત્યાં જ ડલાસ ક્ષેત્રમાં બે હોસ્પિટલમાં કેંડીડા ઓરિસના 22 કેસોના ક્લસ્ટર રિપોર્ટ કરવામાં આવ્યા છે.જેમાંથી બે કેસો મલ્ટીડ્રગ પ્રતિરોધી જોવા મળ્યા છે. આ પ્રકારની બીમારીથી ક વ્યક્તિથી અન્ય વ્યક્તિઓ સંક્રમિત થઇ રહ્યા છે.
યુએસ સેન્ટર ઓફ ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના કહ્યા અનુસાર, કેંડીડા ઓરિસ સંક્રમણ વાળા 3 દર્દીઓમાંથી એક દર્દીનું મૃત્યુ થઈ જાય છે. મેરિકી સ્વાસ્થ્ય એજન્સીએ વધી રહેલા આ વાયરસને કારણે ગંભીર વૈશ્વિક સ્વાસ્થ્ય ખતરો ગણાવ્યો છે. CDC આ વાયરસ અંગે ખુબ જ ચિંતિત છે. આ સંક્રમણ એક ઈલાજ માટે ઉપયોગમાં લેવ માટે ઘણી દવાઓ પ્રતિરોધી છે.
કેવી રીતે કરશો કેંડીડા ઓરિસ વાયરસની ઓળખ?
જીવલેણ કેંડીડા સંક્રમણ વાળા મોટાભાગના દર્દીઓ પહેલેથી જ અન્ય કોઈ રોગથી પીડિત થયા હતા. ત્યારે જાણવું મુશ્કેલ બને છે કે કયો વ્યક્તિ કેંડીડા ઓરિસ વાયરસથી સંક્રમિત છે કે નહિ. CDCના જણાવ્યા અનુસાર, તાવ અને શરદી એ કેંડીડા ઓરીસના સંક્રમણના સામાન્ય લક્ષણો છે. આ વાયરસની એન્ટિબાયોટિક સારવાર પછી પણ લક્ષણોમાં સુધારો થતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.