આ હોસ્પીટલમાં કોરોનાથી પીડિત દર્દીઓનો ઈલાજ કરી રહેલા 26 ડોકટરોને આવ્યો પોઝિટિવ

હાલ ભારતમાં ગણતરીના કલાકોમાં કોરોનાના કેસોમાં બમણો વધારો થઇ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ભારતને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. તેના કારણે પણ કેસની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. પણ આમ છતાં જેને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે, તેમનું અત્યારે હોસ્પિટલોમાં સારવાર ચાલી રહેલી છે. હાલ ડોકટરો ભગવાન બની કોરોના પીડિત લોકોને સજા કરી રહેલા છે. (DEMO PIC)

તેવામાં મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 458 થઈ ગઈ છે. અને આ સમયમાં મુંબઈની સેન્ટ્ર્લ વોકહાર્ટ હોસ્પીટલની 26 નર્સ અને 3 ડૉક્ટર કોરોના સંક્રમિત મળી આવ્યા હતા અને આ બધા જ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી મહાપાલિકાએ વોકહાર્ટ હોસ્પીટલ અને આસપસના વિસ્તારને ‘કન્ટેનમેન્ટ ઝોન’ જાહેર કરી દેવામાં આવ્યા છે.

જ્યારે 29 નર્સ અને ડૉક્ટરને પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો તો, હોસ્પીટલમાં કડક સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જ્યાં સુધી આ બધા જ લોકોનો રીપોર્ટ નહી આવે ત્યા સુધીં આ હોસ્પીટમાં કોઈને પણ આવવા જવા દેવામાં આવશે નહી. આ હોસ્પીટલમાં લગભગ 270 નર્સ છે. તે બધાના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મળેલી માહિતી પ્રમાણે, કેટલાક દિવસ પહેલા જ આ હોસ્પીટલમાં કોરોના સંક્રમિત દર્દી દાખલ થયો હતો. કારણ કે, તેની છાતીમાં ખૂબ જ દુઃખાવો થતો હતો. તે દર્દીનો કોરોના ટેસ્ટ કર્યા બાદ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી જ આ દર્દીના કારણે બધાને કોરોના હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 4 હજારને પણ પાર કરી ગઈ છે. મહારાષ્ટ્રમાં સંક્રમિત લોકોન સંખ્યા 781 સુધી પહોંચી ગયો છે. (DEMO PIC)

ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ કોરોના સંક્રમિતોનો આંક સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસ વધીને 4362 થઈ ચૂકી છે. જેમાં હજુ પણ 3913 લોકોમાં કોરોના એક્ટિવ છે. જ્યારે 328 લોકોને રિકવર પણ થયું છે. જ્યારે 121 લોકોના કોરોનાને કારણે ભારતમાં મોત થયા છે. ભારતમાં સૌથી વધુ કોરોના સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં 781 પહોંચી ગઈ છે. જ્યારે મોતના મામલે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ આંક 45 પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં આજે નવા 33 કેસ નોધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *