સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.
દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ખુબ જ મુશ્કેલીઓ પડી છે અને જેની અસરોથી અર્થતંત્ર ભાંગી પડ્યું છે. થોડા દિવસ કોરોનાના કેસોમાં રાહત મળી હતી પરંતુ ફરી એક વાર કોરોનાએ માથું ઉચક્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. છ દિવસ બાદ હવે કોરોનાના ફરી એક વાર 40 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41,195 કેસ સામે આવ્યા છે જે ખુબ જ ચિંતાનો વિષય બન્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 490 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. છેલ્લે 5 ઓગસ્ટે 44,643 કેસ સામે આવ્યા હતા. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 39,069 લોકો કોરોનાથી સાજા થયા છે અને આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 3 કરોડ 20 લાખ અને 77 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 29 હજાર 669 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ 3,86,351 એક્ટિવ કોરોના કેસ છે તો સાજા થવાનો દર 97.45% પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 3,12,20,981 લોકો કોરોનાથી સાજા થયાં છે. દેશમાં એક તરફ કોરોનાના કેસમાં વધ-ઘટ જોવા મળી રહી છે તો બીજી તરફ વેક્સિનેશન અભિયાન પણ યુદ્ધના ધોરણે ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ગત 24 કલાકની વાત કરવામાં આવે તો 41,38,646 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં 51,90,80,524 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.