નોબલ પુરસ્કારથી સન્માનિત અને સ્ટેનફોર્ડ બાયોલોજીસ્ટ માઈકલ લેવીટ નું કહેવું છે કે કોરોનાવાયરસ નો આખી દુનિયામાં સૌથી ખરાબ સમય કદાચ પહેલાં જ વીતી ચૂક્યો છે.તેમનું કહેવું છે કે કોરોનાવાયરસ થી જેટલું ખરાબ થનાર હતું એટલું થઈ ચૂક્યું છે હવે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરશે.
લોસ એન્જલસ ટાઇમ્સ સાથે વાતચીતમાં માઈકલે કહ્યું કે, અસલી પરિસ્થિતિ એટલી ભયાનક નથી જેટલી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. દરેક બાજુ ડર અને ચિંતાના માહોલમાં લેવિટનું આ નિવેદન ખુબ શાંતિ આપનાર છે. આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે તેમણે ચીનમાં કોરોનાવાયરસ થી ઉપર આવવા ને લઈને તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. તમામ હેલ્થ એક્સપર્ટ દાવો કરી રહ્યા છે કે ચીનને કોરોનાવાયરસ પર કાબુ મેળવવામાં લાંબો સમય લાગી જશે પરંતુ લેવિટે આ વિશે એકદમ સાચો અંદાજ લગાવ્યો છે.
લેવીટે ફેબ્રુઆરી મહિનામાં લખ્યું હતું દરેક દિવસે કોરોના કેસોમાં પડતી જોવા મળી રહી છે. તેનાથી આ સાબિત થાય છે કે આવતા અઠવાડિયામાં કોરોનાવાયરસ થી થનાર મોતનો દર ઘટવા લાગશે. તેમની ભવિષ્યવાણી અનુસાર દરેક દિવસે મોતની સંખ્યા માં અછત થવા લાગે છે. દુનિયાના અનુમાનથી ઉલ્ટા ચીન જલ્દી પોતાના પગ પર ફરીથી ઊભો થઈ ગયું છે. બે મહિનાના lockdown બાદ કોરોનાવાયરસ થી સૌથી વધારે પ્રભાવિત હુબેઇ પ્રાંત પણ ખુલનાર છે.
વાસ્તવમાં , લેવીટેચીનમાં કોરોના થી ૨૫૦ મોત અને ૮૦ હજાર કેસ નું અનુમાન લગાવ્યું હતું જ્યારે તે સિવાયના એક્સપર્ટ તેની ગણતરી લાખોમાં કરી રહ્યા હતા. મંગળવાર સુધી ચીનમાં 277 મોત અને 81,171 કેસ સામે આવ્યા હતા.
હવે લેવિટ આખી દુનિયામાં પણ ચીન વાળો ટ્રેન્ડ જ જોઈ રહ્યા છે. દુનિયાના 78 દેશોમાં જ્યાં દરરોજ ૫૦ નવા કેસ સામે આવી રહ્યા છે, તેવામાં ડેટાના વિશ્લેષણના આધારે તેઓ કહે છે કે વધારે જગ્યાઓમાં રિકવરીના સંકેતો દેખાઈ રહ્યા છે. તેમની ગણના દરેક દેશમાં કોરોનાવાયરસ ના કુલ કેસો પર નહિ પરંતુ દરેક દિવસે આવી રહેલ નવા કેસો પર આધારિત છે. લેવિટ કહે છે કે ચીન અને દક્ષિણ કોરિયામાં નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/