અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 19 છે જેમાંથી એક મહિલાનું મોત થયુ છે. અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત થયુ છે. કોરોનાને કારણે ગુજરાતમાં મોતનો આંકડો ચાર પર પહોચ્યો છે. આ પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ એકનું મોત થયુ હતું.
COVID 19 – IMP UPDATE
One #COVID 19 positive patient, Female 46 Yrs. died in Ahmedabad today. She was admitted at SVP Hospital on 26th March. She was suffering from Hypertension, Diabetes and was on ventilator. @vnehra— Sardar Vallabhbhai Patel Hospital (@svphospital) March 28, 2020
અમદાવાદમાં આસ્ટોડિયા વિસ્તારની એક મહિલા 26 માર્ચે સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાનું કોરોના વાયરસને કારણે મોત થયુ છે. આ મહિલાએ કોઇ વિદેશ પ્રવાસ કર્યો નહતો અને તંત્ર અત્યારે તેની હિસ્ટ્રી ચેક કરી રહ્યું છે. આ મહિલાને હાઇપરટેન્શન, ડાયાબિટિસ જેવી બીમારી હતી અને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોનાના હુલ 53 કેસ પોઝિટિવ
ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 53 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 18 કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરામાં 9 અને સુરતમાં 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં 8-8 પોઝિટિવ કેસ, કચ્છ-ભાવનગર અને મહેસાણામાં 1-1 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 4 લોકોના મોત થયા છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/