સુરતના પુણા વિસ્તારમાં આવેલી સંજયનગર ઝુપડપટ્ટીમાં એસએમસી કર્મચારીઓ અને આશા વર્કર પર જીવલેણ હુમલા ની ઘટના બની હતી. થોડા દિવસ પહેલા કોરોનાના સંદર્ભે દવા અને સર્વે કરવા ગયેલી મહાનગરપાલિકા અને આશા વર્કર ની ટીમને ઝૂપડપટ્ટી ના રહેવાસીઓએ ઘેરી લીધી હતી.
ઝૂંપડપટ્ટીના લોકો એ તેઓના માસ્ક કાઢી તેમના પર NRCનો સર્વે કરવા આવો છો તેવું કહી લોકોએ માર માર્યો હતો. એટલું જ નહી મહિલાના મોઢા પર કોરોનાવાયરસ નાખી દઈએ એમ કહીને લોકો તેમના પર થુંક્યા પણ હતા.
આ ઘટના બન્યા બાદ પુણા પોલીસે ગુનો નોંધી છ લોકોની ધરપકડ કરી હતી.પુણા પોલીસે ગુનો નોંધી 4 મહિલા સહિત 2 પુરુષની ધરપકડ કરી હતી. આ ઘટના બન્યા બાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે થૂંકનાર મહિલાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવે.
કોર્ટના આદેશ અનુસાર તેઓ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી એસ.એમ.સી ની ટીમ પર થૂંકનાર મહિલા હુસેના બીબી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રિપોર્ટ આવ્યા બાદ પોલીસ અને મહાનગરપાલિકાની ટીમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news