આ રાજ્યની ભાજપ સરકાર ગાંધીજીની પ્રિય ખાદીના 66 કરોડ માસ્ક બનાવીને લોકોને આપશે

UP govt to distribute triple layer khadi masks for free

CORONA VIRUS ના ભય વચ્ચે ઉત્તર પ્રદેશને યોગી આદિત્યનાથ સરકારે ખૂબ મહત્વપૂર્ણ મુદ્દા પર આજે ચર્ચા કરીને ઉત્તર પ્રદેશ વાસીઓ માટે એક સારા સમાચાર આપ્યા છે. આ મિટિંગમાં ઉત્તર પ્રદેશના ૨૩ કરોડ લોકોને ત્રણેય વાળા ખાદીના બનેલા ૬૬ કરોડ માસ્તર મફતમાં વિતરણ કરશે તેવી ચર્ચા કરવામાં આવી છે. કોરોનાવાયરસ ના પ્રસારને રોકવા માટે જાહેર કરવામાં આવેલા lockdown દરમિયાન યોગી સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.

શુક્રવારે ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યની ૨૩ કરોડ જનતા માટે ત્રણ લેયરવાળા ૬૬ કરોડ ખાદીમથી બનાવવા માટેની ચર્ચા કરી છે. આટલું જ નહીં આ ચર્ચા દરમિયાન તમામ ગરીબોને આ મફતમાં આપવા માટે પણ વિચાર કરવામાં આવ્યો છે. જો કે અન્ય લોકો માટે આ માસ્તર રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેવી ચર્ચા પણ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના તમામ નાગરિકોને બે માસ્ક આપવાની યોજના છે..

આ માસ્ક ની ખાસ વાત એ હશે કે, આ માસ્ને ફરીથી ધોઈને ઉપયોગ કરી શકાશે. કારણ કે, આ માણસ વોશેબલ હશે. યોગી સરકારે આ મામલે પણ ચર્ચા કરી છે કે, આ માસ્કનો ઉપયોગ lockdown બાદ ફરજીયાત હશે કે નહીં.

અત્યાર સુધીના પ્રસ્તાવ મુજબ જો lockdown સમાપ્ત પણ થઇ જશે, તો પણ એપેડેમીક એક્ટ-1987 હેઠળ પહેરવું ફરજિયાત કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી નો અભિપ્રાય છે કે, પ્રદેશના કોઈપણ નાગરિક માસ્ક પહેર્યા વગર બહાર નીકળવાની મંજૂરી અપાશે નહીં.

વાસ્તવિકતા છે કે કોરોનાવાયરસ ફેલાવવા માટે WHOએ જાહેરાત કરી છે કે, આ વાયરસ માત્ર નજીકના શારીરિક સંબંધ અથવા છીંક કે ખાંસીના બિંદુઓ હવામાં ઉડીને અન્ય લોકોના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે, એટલે કે બીમાર વ્યક્તિ છે કે ખાંસી કરે ત્યારે તેના નાક અને મોં માંથી નીકળેલા બિંદુઓ બીજા વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. આનાથી બચવા માટેનો એક જ ઉપાય છે કે, તમે માસ્ક લગાવીને રાખો અને બીમાર વ્યક્તિને પણ માસ્ક લગાવીને રાખવાની સુચના આપવામાં આવે. જેથી તેનાથી અન્ય લોકો બીમાર થાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: