નીતિનભાઈ બે મહિનાથી એક પણ રજા લીધા વગર દિનરાત કરી રહ્યા છે આ કામ- જાણો અહીં

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હાઈકોર્ટના અવલોકન સંદર્ભે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવતા હતું કે, કોરોના સંકટ સંદર્ભે હાઈકોર્ટે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, કેટલાક અવલોકન કર્યા છે, કેટલાક સ્પષ્ટ સુચનો કર્યા છે અને ગાઈડલાઈનો પણ આપી છે. અમે આવનારા અઠવાડિયે પોતાનો જવાબ હાઈકોર્ટમાં રજૂ કરવાના છીએ તે અંગે મુખ્યમંત્રી, કાયદામંત્રી, મુખ્ય સચિવ સાથે મળીને વિસ્તૃત ચર્ચા થઈ છે. જ્યારે કોર્ટમાં મુદ્ત હશે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવશે. હાઈકોર્ટે ગુજરાત રાજ્ય સરકારને કરેલા સવાલ અંગે નીતિન પટેલે ખુલાસો કરતા જણાવતા કહ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી એક પણ રજા લીધી નથી.

તેમજ સિવિલ હોસ્પિટલની પાંચ વાર મુલાકાત લીધી છે.  સાથે-સાથે નીતિન પટેલે વધુમાં જણાવતા કહ્યું હતું કે, “લોકશાહીની ન્યાયિક પરંપરા પ્રમાણે અને જ્યુડિશિયરી નિયમો પ્રમાણે જે બાબતો હાઇકોર્ટે કહી છે તે અંગે કંઇ કહેવાનું નથી, પરંતુ પ્રચાર માધ્યમોએ અને દૈનિકપત્રોએ આરોગ્ય મંત્રીની કામગીરીની ટીકા કરી છે અને આરોગ્ય મંત્રી તરીકે મેં કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે તે અંગે પ્રશ્નો કર્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતા જાણી શકે એ માટે મારે કહેવું જોઈએ કે, આરોગ્ય મંત્રી તરીકે છેલ્લા બે મહિનામાં મેં અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાંચ વખત મુલાકાત લીધી છે.

જેમાં મેં સીનિયર ડૉક્ટર, અમદાવાદ શહેરના અને ગુજરાતના નિષ્ણાંત ખાનગી તબીબો અને વિશેષજ્ઞો સાથે ત્રણ બેઠક કરી ગુજરાતની વધુ સારી સેવા કઈ રીતે કરી શકાય તે બાબતે ચર્ચા કરી હતી.” કોરોનાની આ મહામારી સામે સિનિયર સિટીઝનોને બહાર જવાની છૂટ નથી. મારી ઉંમર 64 વર્ષ થઈ હોવા છતાં એક પણ દિવસ ટાળ્યા વગર જ્યાં જવાનું હતું ત્યા ગયો. ક્વોરેન્ટાઈન થયાના બાદમાં પણ સીનિયર ડૉક્ટરોએ મને કોઈને રૂબરૂ નહીં મળવાની સલાહ આપી હતી.

છતાં દાતાઓ તરફથી જે મુખ્યમંત્રી રિલિફ ફંડમાં દાન આપવા આવતા વિવિધ સંસ્થાઓના વડાઓ, પ્રતિનિધિઓ અને અગ્રણીઓને રૂબરૂ મળીને તેમના ચેક સ્વીકાર્યા છે. મુલાકાતો ટાળવાની તબીબી નિષ્ણાંતોની સલાહ હોવા છતાં માત્ર ને માત્ર પ્રજાના હિત માટે જ ચેક સ્વીકારવા માટેનું આ જોખમ લઇ રહ્યો છું. જેમાં અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 450 કરોડથી વધુ રકમ દાન પેટે આવી છે, તેવું નીતિન પટેલે જણાવતા કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *