વલસાડ જિલ્લાની નજીક જ આવેલા સંઘ પ્રદેશ દમણમાં આવેલ મરવડ હોસ્પીટલમાં દાખલ એક દર્દીની તબિયત લથડી હોવાના સમાચાર મળતા તરત જ તેમનો પરિવાર મરવડ હોસ્પિટલ પર આવી ચુક્યો હતો અને મોટી બબાલ કરી હતી. આ સમગ્ર ઘટના એક ચર્ચાનો મુદો બની છે. મળતી માહિતી અનુસાર ભેગા થયેલા ટોળાએ હોસ્પીટલના સ્ટાફ સાથે મારામારી પણ કરી હતી. આ ઘટના અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસથી દમણની સરકારી મરવડ હોસ્પીટલમાં કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહેલા ખારીવાડના યુવકની અચાનક જ તબિયત વધુ બગડી હોવાના સમાચાર પરિવારજનોને મળ્યા હતા. આ સમાચાર મળતાની સાથે જ તમામ પરિવારજનો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
મરવડ સરકારી હોસ્પીટલમાં દાખલ દર્દીને લઈને ડોકટરો કે હોસ્પિટલ પરિવારજનોને સાચી માહિતી નહિ આપતા હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને સાથે કહી રહ્યા હતા કે દર્દીની તબિયત વધારે પ્રમાણમાં લથડતી હોવાનો આક્ષેપ પરિવાજનો કરી રહ્યા છે.
પરિવારજનોનું ટોળું હોસ્પીટલમાં ઘૂસીને બબાલ મચાવતા સમગ્ર હોસ્પીટલમાં દોડધામ મચી ગઈ હતી અને મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોચી આવ્યો હતો. જયારે ઉગ્ર રોષે ભરાયેલા દર્દીના સ્વજનોએ ગુસ્સામાં આવીને ધમકી આપતા કહ્યું હતું કે ‘ જો મારા ભાઈનું મોત થશે અઠવા તો બીજો કોઈ પણ વ્યક્તિ મરશે તો આખી હોસ્પિટલ સળગાવી દઈશ.
આ હોબાળામાં રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પીટલના કર્મચારીને ખુબ માર માર્યો હતો. ત્યારે બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોચીને સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાનો મુદ્દો હાલમાં ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને દમણ પોલીસ દ્વારા વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.