અરે બાપ રે… હવે આકાશમાંથી વરસ્યા કોરોના જેવા કરા- વિશ્વાસ ન હોય તો જુઓ વિડીયો

કોરોના વાયરસને કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે. લાખો લોકો કોરોનાથી સંક્રમિત છે. કોરોનાથી બચવા દુનિયા આખી લોકડાઉનમાં કેદ છે. દુનિયાના વૈજ્ઞાનિકો કોરોનાની રસી અને દવા શોધી રહ્યા છે. આ બધા વચ્ચે મેક્સિકોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેક્સિકોમાં કોરોનાના આકારના બરફના કરાનો વરસાદ થયો છે. મેક્સિકોની મ્યૂનિસિપલના લોકો ત્યારે હેરાન થઈ ગયા, જ્યારે આકાશમાંથી કોરોના વાયરસના આકારના કરાનો વરસાદ થવા લાગ્યો. કોરોના જેવા આકારના બરફના કરાને જોઈ લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.

કોરોના સમાન આકારના બરફના કરાનો વરસાદ મેક્સિકોના ન્યૂવો લિયોન રાજ્યના મોંટેમોરેલોસમાં થયો છે. અહીંના લોકોએ સોશિયલ મીડિયા પર કરાની તસવીરો શેર કરી. તસવીરમાં ગોળ આકારના સાઈઝના કરા કોરોના વાયરસ જેવા દેખાતા હતા. આ પ્રકારના વરસાદથી સ્થાનીક લોકો ચિંતિત છે. લોકો આ ઘટનાને ઈશ્વરનો પ્રકોપ માની રહ્યા છે.

આ પ્રકારના કરાનો વરસાદ માત્ર મેક્સિકોમાં જ નહિ પણ દુનિયાના અનેક વિસ્તારોમાં થયો છે. સોશિયલ મીડિયા પર દુનિયાભરના અનેક વિસ્તારમાં લોકોએ કોરોના જેવા દેખાતા બરફના કરાની તસવીર શેર કરી છે. અહીં પણ આ પ્રકારે કરાનો વરસાદ થયો છે. એક ઈન્ટરનેટ યૂઝરે સાઉદી અરબમાં આ પ્રકારના વરસાદની પણ જાણકારી આપી છે.

જોકે, હવામાન વિભાગના જાણકાર બતાવે છે કે, આ પ્રકારના બરફના કરા પડવા સામાન્ય વાત છે. ધ મિરર સાથે વાત કરતા હવામાન વૈજ્ઞાનિક જોસ મિગુએલ વિનસે કહ્યું કે, ખૂબ વધારે વાવાઝોડા-તોફાન સમયે કરા મોટા આકારના હોય છે, કેટલીક વખત તે એક-બીજા સાથે ટકરાઈ જાય છે, અથવાજોડાઈ જાય છે. જેથી તેનો આકાર આડો-અવળો થઈ જાય છે.

બરફના ટૂકડા એક-બીજા સાથે ટકરાવવાના કારણે તેનો આકાર આ પ્રકારનો થયો હશે. પરંતુ મેક્સિકોના લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. કોરોના સંક્રમણના કારે લોકો પહેલાથી જ ઘરમાં કેદ હતા. હવે આકાશમાંથી પડી રહેલી આફતથી વધારે પરેશાન થઈ ગયા છે. મેક્સિકોમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 54,346 મામલા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 2713 નવા કેસ નોંધાયા છે. આ મેક્સિકોમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ બતાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *