પહેલાં મતદાન પછી લગ્ન! નવ યુગલે મતદાન કરી પોતાની ફરજ કરી અદા- અન્ય મતદારો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત 

ગુજરાત(Gujarat): એક બાજુ ગઈકાલે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન હતુ અને બીજી બાજુ મોટા પ્રમાણમા લગ્નો પણ લેવાયા હતા. કેટકેટલી જગ્યાએ નવદંપતિઓ અને જાનૈયા માંડવીયા દ્વારા વાજતે ગાજતે મતદાન કરી લગ્ન પહેલા પોતાની પવિત્ર ફરજ અદા કરવામાં આવી હતી. અમરેલીના ઇશ્વરીયામા ગઈકાલે પટેલ પરિવારે લગ્ન સમારોહ પહેલા જ મતદાન કર્યુ હતુ.

મહત્વનું છે કે, ઘરના તમામ સભ્યોએ મતદાન કર્યા બાદ જાન જોડી હતી. વડીયા તાલુકાના નાજાપુરમા વૈશાલી ઢેબરીયાના ગઈકાલે લગ્ન હતા. સાથે સાથે મતદાન પણ હોય આ દુલ્હન મંડપ વચ્ચેથી બુથ પર મત આપવા પહોંચ્યા હતા. તો ખાંભા તાલુકાના હનુમાનપરા તેમજ બાબરાના સુકવડા ખાતે વરરાજાઓ દ્વારા મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ બજાવી લોકશાહી માટે તેમનો અધિકાર અને ફરજ પુર્ણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અમરેલીના બાંભણીયા‌માં મતદાન મથક પર નવયુગલે મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી અને અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. વાત કરવામાં આવે તો નવ યુગલે લગ્નના દિવસે બાંભણીયા‌ ખાતે મતદાન કર્યું હતું.

સામાન્ય ચૂંટણી દરમિયાન અમરેલી વડીયા- કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ બાંભણીયા‌ સ્થિત મતદાન મથક ખાતે નવયુગલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. પ્રભુુતામાં ૫ગલા માંડતા યુગલે લગ્નના દિવસે મતદાન કરી જિલ્લાના અન્ય લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યા હતા.

5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *