US માં એક કુલ 103 વર્ષીય મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી કે એ તરત જ ટેટૂ કલાકારની પાસે પહોંચીને તેના હાથ પર એક દેડકાનું ટેટૂ કરાવ્યું હતું. કોરોનાથી ડરતાં વૃદ્ધ ડોરોથી પોલોકને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતાં.
ડોરોથી કહે છે, કે મારા પૌત્રો હંમેશાં ટેટૂ પડાવવા માટે કહેતાં હતા. પરંતુ મેં સાંભળ્યું નહીં હોસ્પિટલમાં રહ્યા પછી મને સમજાયું કે જીવનનો કોઈ શોખ અધૂરો ન રાખવો જોઈએ. તેથી જ મે દેડકાનું ટેટૂ પડાવ્યું હતું.
CNN નાં અહેવાલ મુજબ 16 જૂને ડોરોથી પોલોક કુલ 103 વર્ષના થયા હતાં. તેણીના જન્મદિવસ પર કોરોના વાયરસને કારણે હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં હતાં. તેમને અમેરિકામાં આવેલ મિશિગનની એક હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.
વૃદ્ધ દાદીની પૌત્રી ટેરેસા ઝાવ્વિઝ કહે છે, કે કોવિડ-19 એ મારી દાદીને માટે જેલ સાબિત થઈ હતી. તેની સંભાળ રાખવા માટે અમારા ઘરે આવેલ નર્સે જણાવ્યું કે તે ખૂબ જ પરેશાન છે. દાદીને યોગ્ય રીતે સાંભળાતું ન હતું, તેથી તેણી તેની સાથે ફોન પર વાત પણ કરી શકાતી ન હતી.
જ્યારે દાદીમા નર્સિંગ હોમમાંથી નીકળ્યાં ત્યારે તેણે કહ્યું કે તે ટેટૂ પડાવવા માંગે છે. તે જ સમયે દાદીએ કહ્યું, પહેલા મારો પૌત્ર મારી સાથે વાત કરતો, પછી મારે તે કરાવવું ન હતું. પરંતુ હવે હું ટેટૂ પડાવવા માંગું છું. મને દેડકા ગમે છે તેથી દેડકાનું ટેટૂ પડાવ્યું છે.
ટેટૂ કલાકાર રિજનર જુનિયર કહે છે, કે દાદી ખૂબ જ ખુશ હતા, એ પણ તેમના માટે ખુશીની ક્ષણ હતી. આટલું જ નહીં, દાદીમાને બાઇક પર સવારી કરીને સવારીની મજા પણ માણી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews