Gujarat BJP will adopt no-repeat theory: ગુજરાતમાં ભાજપ દ્વારા નો-રિપીટ થિયરી અપનાવવામાં આવી રહી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે પત્રકાર પરિષદ(Gujarat BJP will adopt no-repeat theory) કરીને આ જાણકારી આપી હતી. સી.આર.પાટિલે કહ્યું છે કે, પાલિકા-પંચાયતોમાં હોદ્દો ભોગવ્યો હોય તેમણે ફરીથી તક નહીં મળે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે , ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત 1500 જેટલા સભ્યો જેમણે જવાબદારી સોપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપ કાર્યકર્તાઓની પાર્ટી છે, કાર્યકર્તાઓને પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે અને તેના માટે આખી વ્યવસ્થા કરવામાં આવી હતી.
દરેક જિલ્લામાં, દરેક બેઠક માટે ત્રણ નીરિક્ષકોને મોકલવામાં આવ્યા હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક જિલ્લામાં જઇને તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રમુખ-મહામંત્રી, ધારાસભ્ય, સંસદ સભ્યોને સાંભળ્યા હતા અને તેમના દ્વારા સૂચવવામાં આવેલા નામને અલગ અલગ તારીખે સાંભળવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
સી.આર.પાટિલે વધુમાં જણાવ્યું છે કે, ભાજપની પરંપરા રહી છે કે લગભગ 4 પદ છે, એ ચાર પદમાં મેયર,ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ કમિટી, જિલ્લાના પ્રમુખ-ઉપ પ્રમુખ કારોબારીમાં નો-રિપીટેશનમાં લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે વધુમાં વધુ નવા લોકોને પણ તક મળે અને અનુભવ પણ મળી શકે. ભાજપ પાસે કુલ મળીને 90.5 ટકા જેટલી બેઠક જીત્યું છે જેને કારણે નવા લોકોને તક મળવી જોઇએ અને તેમનામાં રહેલી ટેલેન્ટનો ઉપયોગ થાય તેના માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે, સામાન્ય રીતે જનરલ બેઠક છે તેના પર પ્રયત્ન રહે છે કે સામાન્યને જ જવાબદારી આપવી. દરેક કાર્યકર્તાને સીનિયોરિટી, સંગઠનમાં કામ કરવાની પદ્ધતિ, બધા પાસાઓને ધ્યાનમાં રાખીને આક્ષેપો હશે તેને ધ્યાનમાં લઇશું અને ચકાસણી કરીશું. પારદર્શક રીતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હિયરીંગ કરીશું અને સારો નિર્ણય કરીને ગુજરાતમાં સારો વહીવટ લોકોને આપી શકાય તેવી હું ખાતરી આપુ છું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube