Worker died when a crane collapsed: દેશમાં અને ઘણા રાજ્યોમાં બુલેટ ટ્રેન કામગીરી ખુબ જોરથી ચાલી રહી છે. તેમ જ ગુજરાત રાજ્યના ઘણા જીલ્લામાં એલ એન્ડ ટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. તેમાં રાજ્યના કરજણના કંબોલા નજીક એક ઘટના બની છે. જેમાં બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી.તેમાં ક્રેન તૂટતાની સાથે(Worker died when a crane collapsed) એક શ્રમિકનું મોત થયુ છે. જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર,આજે સવારે કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ક્રેન તૂટી પડવાની દુર્ઘટના સર્જાય હતી. આ ગભીર ઘટનામાં એક શ્રમિક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ સાથે અન્ય ત્રણ શ્રમિકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
કંબોલા ગામ પાસે ખેતરમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હોવાથી ત્યાં L&T કંપની દ્વારા બ્રિજ ઉપર એક ક્રેન ગોઠવીને કામકાજ ચાલી રહ્યું હતું. ત્યારે આ ક્રેન અચાનક નીચે તૂટી પડતા ક્રેન નીચે દબાઈ જવાથી એક શ્રમિક મોતને ભેટ્યો હતો. આ બનાવને પગલે ત્યાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube