ક્રાઇઝર વર્લ્ડના નામે લાખોની કમાણીના સપના બતાવનારાઓની ભોપાળું આવ્યું બહાર- આ રીતે થઇ છેતરપીંડી

પારડીમાં આર્થિક ફાયદો મેળવવા યોજાયેલા કાર્યક્રમ છે કે લાખો લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. ડોનેશન હેલ્પીંગ પ્રોગ્રામ થયેલો અને આર્થિક મદદ મળી રહે તે માટે કંપની ચેન્જ સિસ્ટમમાં રોકાણકારોને જોડી તેઓને રૂપિયા 2400 માં આઈડી આપી જેટલા મેમ્બર વાળું બનાવે તેટલા ક્રિપ્ટો કરનસી થકી તેમના ડિજિટલ વોલેટમાં પૈસા થાય તેવું પ્રલોભન આપી રોકાણ કરાવનારા સાત આયોજકો સામે પારડી પોલીસે વધુ એક ગુનો દાખલ કરી જેલભેગા કર્યા છે.

પારડી હાઇવે પર આવેલી હોટેલ ફાઉન્ટેન માં રવિવારના રોજ બાળકોના ભવિષ્ય માટે ડોનેશન હેલ્પીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં આર્થિક ફાયદાના હેતુસર ક્રાઈઝરવર્લ્ડ વેબસાઈટ દ્વારા કેવી રીતે આર્થિક ફાયદો મેળવી શકાય તેની માહિતી આપવા યોજાયેલ કાર્યક્રમ ની કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી. આ ઉપરાંત 250 લોકોની કેપિસિટી ધરાવતા હોલમાં 500 લોકોને ભેગા કરતા પોલીસે આસમાન ગામના સરપંચ સહિત સાત લોકોની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.

જે અંગેના અહેવાલો પ્રકાશિત થતા ક્રાઈઝરવર્લ્ડ વેબસાઈટ થકી છેતરપિંડીનો ભોગ બનનારી વલસાડની 40 વર્ષીય મહિલા સીમાબેન શ્યામપ્રસાદ ભટ્ટાચાર્યએ વર્લ્ડ ના આયોજક સામે ફરિયાદ કરતા પારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અને સમગ્ર ઘટના કરી હતી. જે મુજબ ક્રાઈઝરવર્લ્ડ ની વેબસાઈટ થકી ચાલતી ચેન્જ સિસ્ટમ માં રોકાણકારો પાસે 2400 રૂપિયાનું રોકાણ કરાવી એક આઈડી આપવામાં આવે છે. જે બાદ તેમના દ્વારા જેટલા નવા રોકાણકારો આઈડી ખરીદી કંપની સાથે જોડાય તે મુજબ તેઓને ક્રિપ્ટો કરન્સી થકી ડિજિટલ વોલેટમાં એક પોઈન્ટના 20 રૂપિયા મુજબ મહિનામાં 90 હજાર રૂપિયા મળે છે.

2019માં દુબઈમાં, મહારાષ્ટ્રમાં સ્વપ્નિલ નામની વ્યક્તિ સુરતના કેવિન બ્રહ્મભટ્ટને મળી હતી અને આ સ્કીમ ગુજરાતમાં શરૂ કરવા ઓફર કરી હતી. આ સ્કીમ થકી કેવિન 9 મહિનામાં રૂપિયા 10 લાખ અને મહેશ 7 લાખ રૂપિયા કમાયા હતા. તેથી જેટલા વધુ સભ્યો જોડાઈ તેટલો આર્થિક ફાયદો મળવાના હેતુસર પારડી ખાતે યોજાયેલા કાર્યક્રમના આયોજકો કેવીન બ્રહ્મભટ્ટ, મહેશ ગોસાઈ, હિતેશ હરીશ પટેલ, હિતેશ અશોક પટેલ, ઉમેશ પટેલ, મીનીષ પટેલ અને હિરેન પટેલ સામે મને કોનો દાખલ કરી જેલભેગા કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *