સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ઘણા જુલ્લા માં પુ જેવી પરિસ્થિતિ થઇ ગયેલી જોવા મળી રહી છે. આ જોઇને લાગી રહ્યું છે ગુજરાતમાં મેઘરાજાની કૃપા ખુબ વધી ગઈ છે. જેનાથી દરેક શહેરમાં મેઘમહેર વર્ષી રહી છે.
વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પાર કરી નદીના પાણી શહેરમાં ધસી આવ્યા છે. જેને લઇ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ શહેરમાં પૂરના પગલે મગરો વિશ્વામિત્ર નદીમાંથી નીકળીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે. જેને લઇને નદી આસપાસના વિસ્તારોના શહેરીજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં જળબંબાકાર વરસાદને પગલે આખું વડોદરા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા જનજીવન ઠપ થયું છે. ભારે વરસાદના પગલે જિલ્લા વહિવટી તંત્ર સતત ખડેપગે છે. તેમજ NDRFની ટીમો બચાવ કામગીર પૂરજોશમાં કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અંદાજે 5000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જ્યારે ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પાર કરી નદીના પાણી શહેરમાં ધસી આવ્યા છે. જેના કારણે કાલાધોડાનો બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ એશિયામાં સૌથી વધુ મગરો વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરે છે. ત્યારે નદીના પાણી શહેરમાં ધસી આવતા મગરો નદીમાંથી નીકળી રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યા છે. શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.