સરકારી નોકરીની આ સુવર્ણ તક ચૂકશો નહી, મહીને મળશે 1.12 લાખ સુધીનો પગાર- આ રીતે કરો આવેદન

CRPF Recruitment 2023: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં નોકરી મેળવવાની દરેકની ઈચ્છા હોય છે. અર્ધલશ્કરી દળોમાં સબ-ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ પર ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ માટે, CRPF એ SI અને ASIની જગ્યાઓ પર ભરતી માટે આવેદનો માંગ્યા છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ (CRPF Recruitment) માટે અરજી કરવા માંગે છે, તેઓ CRPF crpf.gov.in ની સત્તાવાર વેબસાઇટ દ્વારા આવેદન કરી શકે છે. આ જગ્યાઓ માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 21 મે છે. CRPF ભારતી 2023 હેઠળ કુલ 212 જગ્યાઓ ભરવામાં આવશે.

212 જગ્યાઓ ખાલી:

CRPF ભરતી માટે ભરવામાં આવનારી જગ્યાઓની સંખ્યા: 212 ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સબ-ઇન્સ્પેક્ટર (RO): 19, સબ-ઇન્સ્પેક્ટર (ક્રિપ્ટો): 7, સબ-ઇન્સ્પેક્ટર (ટેક્નિકલ): 5, સબ-ઇન્સ્પેક્ટર (સિવિલ) (પુરુષ): 20, મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (ટેક્નિકલ): 146, મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (ડ્રૉફ્ટ્સમેન): 15 ખાલી જગ્યાઓ છે.

મહીને 1.12 લાખ સુધીનો પગાર:

પસંદગી પર ઉમેદવારોને 29 હજાર 200 રૂપિયાથી લઈને 1 લાખ 12 હજાર 400 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે.

CRPF ભરતી માટે યાદ રાખવા જેવી મહત્વની તારીખો:

CRPF ભરતી માટે ઓનલાઈન આવેદનની શરૂઆતની તારીખ 01 મે અને ઓનલાઈન આવેદન કરવાની છેલ્લી તારીખ 21 મે રહેશે.

CRPF ભરતી માટે વય મર્યાદા:

સબ-ઇન્સ્પેક્ટરના પદ માટે, ઉમેદવારની ઉંમર 30 વર્ષથી ઓછી હોવી જોઈએ અને સહાયક સબ-ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે, ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

CRPF ભરતી માટે પસંદગી પ્રક્રિયા:

આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી (CBT), શારીરિક ધોરણ કસોટી/શારીરિક કાર્યક્ષમતા કસોટી, દસ્તાવેજોની ચકાસણી અને વિગતવાર મેડિકલ ટેસ્ટ (DME)ના આધારે કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *