અમદાવાદની રુવાડા ઉભા કરી દેતી ઘટના- ગ્રાઇન્ડરથી શરીરના ટુકડે-ટુકડા કરી પિતાએ જ દીકરાને આપ્યું દર્દનાક મોત

21 જુલાઈના રોજ ગુજરાત(Gujarat)ના અમદાવાદ(Ahmedabad)ના વાસણા(Vasana) વિસ્તારમાંથી માથું, હાથ અને પગ વગરની લાશ મળી આવી હતી. ઘટનાના 3 દિવસ બાદ વાસણાથી 3 કિમી દૂર એલિસબ્રિજ વિસ્તારમાંથી મૃતદેહના પગ મળી આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી સમગ્ર મામલો ઉકેલી નાખ્યો છે. આ લાશ સ્વયમ જોશી નામના યુવકની છે. આ હત્યા તેના જ વૃદ્ધ પિતા નિલેશ જોષીએ કરી હતી.

પોલીસે શનિવારે સાંજે નિલેશ જોશીની રાજસ્થાનમાંથી ધરપકડ કરી હતી. પિતાએ પણ ગુનો કબૂલી લીધો છે. પિતાએ જણાવ્યું કે પુત્રને દારૂની લત હતી. તે નશામાં રોજ મારી સાથે મારપીટ કરતો હતો. તેનાથી કંટાળીને તેણે પહેલા સૂતેલા પુત્રની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી, ત્યારબાદ ગ્રાઇન્ડર વડે માથું, હાથ અને પગ શરીરથી અલગ કરી દીધા હતા.

ગત ગુરુવારે 21 જુલાઈના રોજ, કલગી ચાર રસ્તા પરથી પસાર થતી વખતે, કચરાવાળાએ પોલીસને જાણ કરી હતી કે એક પોલિથીન બેગમાં મૃત શરીરના કાપેલા ભાગો ભરેલા છે. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા ત્યારે એક મોટી વયનો માણસ સ્કૂટર પર એ જ પોલીથીન લઈને જતો જોવા મળ્યો હતો. પોલીસને સ્કૂટરનો નંબર મળ્યો. જ્યારે પોલીસ સ્કૂટર માલિક પાસે પહોંચી ત્યારે ખબર પડી કે તેણે આંબાવાડી વિસ્તારમાં રહેતા નિલેશને સ્કૂટર વેચી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઘટના CCTVમાં કેદ:
સ્કૂટર અંગે માહિતી મળતા પોલીસ આંબાવાડી સોસાયટીમાં નિલેશના ઘરે પહોંચી હતી. ઘરને તાળું હતું. જ્યારે ટીમે તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ફ્લોર પર ચારેબાજુ લોહીના નિશાન હતા. આ પછી પોલીસે ઘરની સામેના બીજા મકાનમાં લગાવેલા કેમેરાની તપાસ કરી તો નિલેશ મૃતદેહના ટુકડા પોલીથીનમાં ભરીને ફ્લેટમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.

પોલીસ આવી ત્યાં સુધીમાં નિલેશ ઘરમાંથી ભાગી ગયો હતો, પરંતુ તે જ સમયે પોલીસે તેના મોબાઈલનું લોકેશન ટ્રેસ કર્યું હતું. લોકેશન રાજસ્થાનમાં હતું. પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરતા શનિવારે સાંજે નિલેશની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન નિલેશે કબૂલાત કરી છે કે આ લાશ તેના પુત્ર સ્વયમની છે.

આરોપી નિવૃત્ત સરકારી કર્મચારી હતો:
આરોપી નિલેશ એસટી બસ ડેપોનો નિવૃત્ત કર્મચારી છે. નિલેશના પત્નીનું અવસાન થયું છે. પિતા-પુત્ર સાથે રહેતા હતા, જ્યારે બહેન બાજુના ફ્લેટમાં રહે છે. બહેનના લગ્ન થયા નથી. આ હત્યામાં આરોપી પિતા સિવાય અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. બહેન પણ આટલા દિવસો સુધી આ બાબતની જાણ કેમ ન કરી તે પણ કહી શકી નથી. હાલ તો બહેનની પણ પૂછપરછ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *