Cyclone Biparjoy satelight image: ગુજરાત તરફ આગળ વધી રહેલા ચક્રવાતી વાવાઝોડાનું ખતરનાક સર્કલ અવકાશમાંથી (Biparjoy satelight image) કેમેરામાં કેદ થયું છે.અરબી સમુદ્રમાં બનેલું સાયક્લોન બિપોરજોય ગુજરાતમાં ત્રાટકવાનું છે. તે 15 જૂનની સાંજ સુધીમાં જખો અને પાકિસ્તાનના કરાચી નજીક અને માંડવી વચ્ચે ત્રત્ક્સે. અવકાશમાંથી લેવામાં આવેલા આ તોફાનનો વીડિયો એક આરબ અવકાશયાત્રીએ ટ્વીટ કર્યો છે.
As promised in my previous video 📸 here are some pictures of the cyclone #Biparjoy forming in the Arabian Sea that I clicked over two days from the International Space Station 🌩️ pic.twitter.com/u7GjyfvmB9
— Sultan AlNeyadi (@Astro_Alneyadi) June 14, 2023
ગુજરાતના કચ્છ જિલ્લામાં જખૌ બંદર નજીક ચક્રવાત ‘બિપરજોય’ના સંભવિત લેન્ડફોલ પહેલા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા NDRF દ્વારા કુલ 33 ટીમોને કામ સોંપવામાં આવ્યું છે. ગુજરાતમાં NDRFની 18 ટીમો રાખવામાં આવી છે અને એકને દીવમાં તૈનાત કરવામાં આવી છે.
مشاهد حصرية من الفضاء للإعصار المداري في بحر العرب..
من محطة الفضاء الدولية نقدر نتابع ظواهر طبيعية كثيرة، ونتعاون مع الخبراء على الأرض بمجال رصد الأحوال الجوية.. 🌩️🌀
الله يحفظ الجميع pic.twitter.com/QlpWDOz0n0
— Sultan AlNeyadi (@Astro_Alneyadi) June 13, 2023
દીવ ઉત્તરે ગુજરાતના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓથી અને ત્રણ બાજુએ અરબી સમુદ્રથી ઘેરાયેલું છે. ગુજરાતમાં NDRFની તૈનાતી વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે કચ્છમાં ચાર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં ત્રણ-ત્રણ, જામનગરમાં બે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.