ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની અસર જોવા મળી છે. સુરતનો સુવાલીનો દરિયો તોફાની બન્યો છે. સુવાલીના દરિયામાં ઉંચા મોજા ઉચડ્યા છે. સુવાલીના દરિયા કિનારે તેજ પવન ફૂંકાઇ રહ્યો છે.
દ્વારકાનો દરિયો ગાંડોતૂર
નિસર્ગ વાવાઝોડું ભલે મહારાષ્ટ્ર તરફ ફંટાયું છે. પરંતુ ગુજરાતના દરિયામાં તેની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા નજીક આવેલા અરબી સમુદ્રમાં 5થી 6 ફૂટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. દ્વારકાના ગોમતી ઘાટ પર કે જ્યા અનેક સ્થાનિકો અને યાત્રાળુઓની અવરજવર રહેતી હોય છે ત્યાં આજે ખાલીખમ્મ જોવા મળ્યો છે. વલસાડમાં નિસર્ગ વાવાઝોડાની અસર જોવા મળી છે. નારગોલ દરિયા કિનારે સુસવાટા સાથે પવન ફુંકાયો છે. વલસાડમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તિથલ દરિયામાં ઉંચા ફૂટ મોજા ઉછળી રહ્યાં છે. સુરત શહેરમાં પણ 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વલસાડની જેમ સુરતના દરિયા કાંઠે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.
#WATCH: High tides hit Dwarka Coast in Gujarat. #CycloneNisarga pic.twitter.com/gTrRBN1RGZ
— ANI (@ANI) June 3, 2020
ભાવનગરને દરિયે કરંટ
નિર્સગ વાવાઝોડાની અસર ભાવનગરના દરિયામાં દેખાઇ છે. કુડા પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. પવનની ગતીમાં વધારો થયો છે. સુરક્ષાના પગલે પોલીસ ખડેપગે છે. દરિયા કિનારા પર જવા લોકોને મનાઇ ફરમાવામાં આવી છે.
ભરૂચમાં દરિયો ભરપૂર
ભરૂચમાં વાવઝોડાની અસરને લઇને દહેજ ખાતે તંત્ર એલર્ટ થયું છે. દરિયામાં સામાન્ય કરંટ સાથે પવન જોવા મળ્યો છે. કાંઠા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. હાલ ભરૂચમાં વાવાઝોડાની કોઈ અસર જોવા મળી નથી. તેમજ આ સાથે આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news