BFની ઉમર હતી 20 વર્ષ 4 મહિના, લગ્ન માટે 8 મહિનાની રાહ ન જોઈ શકી પ્રેમિકા, કરી લીધો આપઘાત

Published on: 12:00 pm, Tue, 12 February 19

ઘોડદોડ રોડ ખાતે નારી સંરક્ષણ ગૃહમાં આજે સવારે યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. કતારગામ માં રહેતી આ યુવતીએ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. શનિવારે રાતે નારીગૃહમાં ખસેડાયેલી યુવતિએ સોમવારે સવારે જ જીવન ટુંકાવી લીધું હતું.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં નારી સંરક્ષણ ગૃહમાં આજે એક 23 વર્ષીય યુવતીએ નારી સંરક્ષણ ગૃહમાં જ ગળે ફાંસો ખાધો હતો. આત્મહત્યા કરનાર યુવતીનું નામ અંકિતા પ્રજાપતિ હતું. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, આત્મહત્યા કરનાર યુવતી અહીં 2 દિવસ પહેલા જ અહીં આવી હતી, અને તેને આજે અચાનક ગળેફાંસો ખાઇ લેતા ગૃહમાં રહેલી બાકી યુવતીઓમાં ભયનો માહોલ ફેલાયેલો છે.

પોલીસે યુવતી વિશે વધુ તપાસ કરીતો જાણવા મળ્યું કે, 23 વર્ષીય અંકિતાને ભાવેશ બાલુ ધનજી ગોહિલ સાથે પ્રેમ સંબંધ હતા, જેના કારણે તે 21 વર્ષની ઉંમરમાં જ ભાગી ગઇ હતી. ઘટનાને પગલે અંકિતાના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે બન્ને પ્રેમી પંખીડાઓને ઝડપી લીધા હતા, અને અંકિતાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને ઘટનાની વધુ તપાસ કરી રહી છે. પોલીસને પ્રાથમિક તારણમાં પ્રેમપ્ર કરણ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ સુરત નારી સંરક્ષણ ગૃહના સત્તાધીશો આ ઘટના વિશે કોઇ ચોક્કસ માહિતી આપી શક્યા નથી.

પ્રેમી યુગલ ઘરેથી ભાગ્યુ ત્યારે અંકિતાનો મોબાઇલ ફોન ચાલુ હોવાથી લોકેશન ટ્રેસ કરીને પોલીસે બંનેને જુનાગઢથી શોધી કાઢયા હતા. અને શનિવારે રાતે રાનીએ ઘરે જવા ઇન્કાર કરતા પોલીસ તેને નારીગૃહમાં મુકી

શનિવારે રાતે અંકિતને નારી સંરક્ષણ ગૃહમાં પોલીસ મુકી ગઇ હતી. આજે સવારે નારી સંરક્ષણ ગૃહ અંગેની તેની ફાઇલ બની રહી હતી. ત્યારે જ તે બાથરૂમ જવાનું કહીને બાથરૂમમાં ગઇ હતી અને આપઘાતી પગલું ભરી લેતા અન્ય યુવતીઓ અને સ્થાનિક કર્મચારીઓ પણ હેબતાઇ ગયા હતા. તમને જણાવી દઇએ કે, સુરતના નારી સંરક્ષણ ગૃહમાં 20 જેટલી યુવતીઓ આશરો લઇ રહી છે.