ગુજરાત(Gujarat): રાજ્યના દાહોદ(Dahod) જિલ્લામાં ગઈકાલે શનિવારના રોજ બપોર પછી એકાએક જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટવા લાગી હતી. કારણ કે શિવાલયો(Shivalayas)માં નંદીની પ્રતિમા(Nandi) પાણી પીવે છે તેવી વાત આખા જિલ્લામાં ઝડપથી પ્રસરી જતા ઠેર ઠેર શિવ મંદિરો(Shiva temples)માં ભાવિકોની જનમેદની જામી રહી હતી.
મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાં વર્ષો અગાઉ ગણેશજીની પ્રતિમા દુધ પી રહી છે તેવી વાત વહેતી થવાને કારણે મંદિરો તેમજ ઘરે ઘરે ભાવિકો ગણેશજીની પ્રતિમાને દૂધ પીવડાવવા આતુર બન્યા હતા. કોઇપણ કારણોસર આ પ્રતિમાઓમાં દુધ શોષાતું હોવાને કારણે આ ઘટના અતુટ શ્રદ્ધા સાથે જોડાઇ હતી. ત્યારે આવી જ એક ઘટના ફરીથી શનિવારના રોજ બપોર બાદ બની હતી અને જેના કારણે પણ સમગ્ર દાહોદ જિલ્લામાં એક અનેરો અને અનોખો માહોલ ઉભો થઇ ગયો હતો.
શિવાલયોમાં ભાવિકોની ઉમટી પડી ભીડ:
ગત રોજ શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ એકાએક જ એવી વાત વહેતી શરૂ થઇ ગઇ હતી કે શિવાલયોમાં પ્રસ્થાપિત નંદીની પ્રતિમા પાણી પી રહી છે. જેને કારણે જિલ્લાના નાના મોટા તમામ શિવાલયોમાં ભાવિક ભક્તો પાણી લઇને દોડી આવ્યા હતા અને નંદીની પ્રતિમાને ચમચી વડે પાણી પીવડાવવા ભાવવિભોર બન્યા હતા. ગામડામાં વિસ્તારો સહિત દાહોદ, ઝાલોદ જેવા શહેરી વિસ્તારોના શિવાલયોમાં પણ ભાવિક ભક્તોના ટોળે ટોળા એકત્રિત થઇ ગયા હતા.
નાના-મોટા તમામ મંદિરોમાં ભારે ભક્તોની ભીડ જામી:
આ ચમત્કારિક ઘટનાને કારણે ઘણાં શ્રદ્ધાળુઓ માત્ર જોવા માટે પણ શિવાલયોમાં ઉમટી પડ્યા હતા. ગામડે ગામડે આ વાત વહેતી થઇ ગઈ હતી અને સોશિયલ મીડિયાને કારણે ગામડે ગામડે અને ઘરે ઘરે સુધી વાત વહેતી થઇ જતાં નાના મોટા મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ ચમત્કારિક ઘટનાને કારણે લોકોની જનમેદની એકઠી થઇ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.