પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટિત થયેલું રાજ્યના પાટનગર માં બનેલ દાંડી કુટીર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ગાંધીજી ની યાદમાં અને તેમના દાંડી સત્યાગ્રહ ને ઇતિહાસમાં અમર કરવા માટે આ માર્ગ બનાવવામાં આવ્યું હતું. પરંતુ તંત્રની બેદરકારી ને કારણે આ સ્મારકને ગાંધીજીની જન્મ જયંતીના દિવસે જ બંધ રાખવામાં આવતા ગાંધી પ્રેમીઓ નારાજગી વ્યાપી ગઈ છે અને તંત્ર પર પણ સવાલ થઈ રહ્યા છે કે, આવી ઘોર બેદરકારી શા માટે રાખવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, એકવીસમી સદીના ફટાફટ યુગમાં જીવતા લોકોને હવે ગાંધી યાદ તો નથી રહ્યા હતા. પરંતુ તેમની જન્મ જયંતીના દિવસે લોકો અવશ્ય યાદ કરતા હોય છે. તો તે દિવસે જ આ સ્મારક બંધ રાખવું કેટલુ યોગ્ય કહેવાય?
ગાંધીનગરમાં મીઠાના ઢગલાના આકારમાં બનાવવામાં આવેલું દાંડી કુટીર કે જેમાં ગાંધીસ્મૃતિ નું સંગ્રહાલય બનાવવામાં આવેલ છે તે આજના દિવસે બંધ છે. આજે જાહેર રજા હોવાથી પ્રવાસીઓ ત્યાં મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. પરંતુ આ જગ્યાએ એક આગળ લગાવી દેવામાં આવ્યું છે.. જેમાં લખાયું છે કે ગાંધીજયંતીની રાજ્ય સરકારે રજા જાહેર કરેલ હોવાને કારણે દાંડી કુટીર સંગ્રહાલય બંધ રહેશે.
આસમાન કુમાર ગાંધીજીની જીવન અને લગતે તમામ ચીજવસ્તુઓ અને માહિતીઓને મૂકવામાં આવી છે. કરોડોના ખર્ચે બનેલા આ સ્મારકને ગાંધી જન્મ જયંતિને દિવસે જ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું. તેને લઈને ઊહાપોહ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.