ભારત સહિત આખી દુનિયા ખતરનાક કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહી છે. આ વચ્ચે ભારતમાં વધુ એક નવી બીમારી આફ્રિકન swine flu દસ્તક આપી ચૂક્યો છે. આ બીમારી અસમમાં પોતાનો કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. અસરકાર અનુસાર લગભગ ૨૫૦૦ ડુક્કરનું તેના કારણે મૃત્યુ થઇ ગયું છે.
હકીકતમાં રવિવારે જ સરકારે પશુપાલન અને પશુચિકિત્સા મંત્રી અતુલ બોરાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં આફ્રિકી સ્વાઇન ફ્લૂના કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી ૭ જિલ્લામાં 306 ગામમાં આ બીમારી ફેલાયેલી છે. આ ખતરનાક બિમારી થી અત્યાર સુધી 2500 ડુક્કર નું મૃત્યુ થઈ ચૂક્યું છે.
તેમણે એમ પણ જણાવ્યું કે રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થામાં આફ્રિકન સ્વાઇન ફ્લૂની પુષ્ટિ કરી છે. દેશમાં પહેલી વાર આ બીમારી એન્ટ્રી કરી છે. આ સંક્રમણ એટલો બધો ખતરનાક છે કે તેનાથી સંક્રમિત ડુક્કરનો મૃત્યુ દર સો ટકા છે.
બોરાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ અસમ સરકાર ડુક્કરોને મારવાની જગ્યાએ ઘાતક સંક્રમિત બીમારીને ફેલાવાથી રોકવા માટે અન્ય રસ્તાઓ અપનાવશે. તેમણે જણાવ્યું કે આ બીમારીનું કોરોનાવાયરસ સાથે કોઈ લેવાદેવા નથી.
કઈ રીતે ફેલાય છે આ ફ્લૂ
આ વાયરસના પ્રસાદ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આફ્રિકી swine flu ડુક્કરના માસ, લાળ, લોહીમાંથી ફેલાય છે. એટલા માટે અસમ સરકાર ડુક્કરોરનું પરિવહન રોકશે. અમે ૧૦ કિમી.ના વ્યાસને સર્વેલન્સ ઝોનમાં બદલી નાખ્યો છે. જેનાથી ડુક્કરો બીજે કશે ન જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news