સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે વ્હાઈટ ફંગસનો ખતરનાક કેસ ઇન્દોરથી સામે આવ્યો છે. ઈંદોરમાં રહેતી મહિલાના મગજમાંથી અત્યાર સુધીની સૌથી મોટી વ્હાઈટ ફંગસ મળી આવી છે. જેને લઈને ડોકટરો પણ હેરાન થઇ ગયા છે.
મધ્ય પ્રદેશના ઈંદોરમાં બ્લેક ફંગસ પછી વ્હાઈટ ફંગસના સંક્રમણની પુષ્ટિ થઇ છે.ઈંદોરના ધાર જીલ્લામાં રહેતી 50 વર્ષીય મહિલાને કોરોના થયો હતો. મહિલા કોરોનાથી સંપૂર્ણ સ્વસ્થ પણ થઇ ગઈ હતી ત્યાર બાદ બ્રેન ટ્યૂમરના ઓપરેશન માટે મહિલાને ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી હતી. ત્યાં તબીબોએ મહિલાનું ઓપરેશન કર્યું હતું ત્યારબાદ ગાંઠ કાઢી હતી. પરંતુ જયારે ગાંઠની સફાઈ કરી અને ક્લ્ચર ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું જેમાં વ્હાઈટ ફંગસ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જેમનો આકાર 8.6 x 4 x 4.6 સેન્ટીમીટર છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, દર્દીમાં ફંગસનું ઈન્ફેક્શન લોહી દ્વારા થયું છે. અત્યાર સુધીમાં ફંગસ ઈન્ફેક્શનના લક્ષણ સામાન્ય રીતે નાક અને આંખમાં જોવા મળ્યા. જોકે વ્હાઈટ ફંગસના આ પ્રકારના લક્ષણો કોઈ જોવા મળ્યા નથી. જોકે અગાઉ પણ વ્હાઈટ ફંગસ ઘણા ખરા દર્દીઓમાં જોવા મળી હતી. પરંતુ પોસ્ટ કોવીડ દર્દીઓમાં આ પ્રકારનું ઈન્ફેક્શન ઈંદૌરમાં પ્રથમ વખત જોવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.