6 યુવાનોએ એક બાઇક પર ચઢીને કર્યા ખતરનાક સ્ટંટ- રાજકોટનો જોખમી સ્ટંટનો વિડીયો થયો વાયરલ

Rajkot Stunt Video: સ્ટંટ કરતા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોઈ છે.જેમાં અમુક વાર બાઈક પર જતા ઇસમો છુટા હાથે બાઈક હંકારતા હોઈ છે,જેમાં અમુકવાર તો એવી જોખમી રીતે બાઈક હંકારે છે કે,તેને જોઈને આપણને ટેન્શન થવા લાગે છે.કે ક્યાંક અકસ્માત ન સર્જાઈ.ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર એક બાઈક પર 6 લોકોએ સવારી કરી જોખમી સ્ટંટ(Rajkot Stunt Video) કર્યો હતો. રસ્તા પર ભારે વાહનોની અવરજવરના રસ્તા ઉપર આ પ્રકારની સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે વાહન ચાલકોની બેદરકારી અંગે પણ ઘણા સવાલો ઉભા થાય છે.

વાયરલ વીડિયો બાદ પોલીસ તંત્ર સામે સવાલો
રાજકોટમાંથી રાત્રિના સમયે કેટલાક યુવાનો દ્વારા ભરચક રસ્તાં પર જોખમી સ્ટંટ કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, રાજકોટના કાલાવાડ રૉડનો આ વીડિયો છે. આ વીડિયોમાં રાજકોટમાં આવેલા કાલાવડ રૉડના મોટા મવા રૉડ ઉપર એક બાઇક પર છ યુવાનો જોખમી સ્ટંટ કરી રહ્યાં છે,

પુરપાટ ઝડપે દોડતી બાઇક પર કુલ છ યુવાનો સ્ટન્ટ કરી રહ્યાં છે, જેમાં બે યુવાનો ઉભા થઇને સ્ટન્ટ કરતાં દેખાઇ રહ્યાં છે. આ રૉડ પર ભારે વાહનોની સતત અવરજવરના રહે છે જેના કારણે આવી જોખમી સવારી મોટી દૂર્ઘટના સર્જી શકે તેમ છે. સોશ્યલ મીડિયા પર આ જોખમી સવારીનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયો બાદ પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વીડિયો ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરીકો ઉતાર્યો
આ વીડિયો ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરીકો ઉતાર્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસ આ સ્ટંટ બાજોને કાયદાનું ભાન કરવાશે કે નહીં તે હવે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે ખતરનાક સ્ટંટને કારણે સામાન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકાય છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા રાજકોટ શહેરના સંત કબીર રોડ પર બાઈક પર જઈ રહેલા પિતા પુત્રને ટેન્કર ચાલે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ત્યારે આજે એક જ બાઈકમાં છ જેટલા લોકો સ્ટંટ કરતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાલાવાડ રોડ ઉપરથી મોટા પ્રમાણમાં ભારે વાહનો પણ અવરજવર કરતા હોય છે.