આજે ‘ડોટર્સ દિન’ છે એટલે કે ‘દીકરી દિન’. આજના દિવસે ગુજરાતની એક એવી દીકરી વિષે જણાવવાં માટે રહ્યા છીએ. જેતપુરમાં 80% દિવ્યાંગ શિક્ષિકાની પુત્રી વંદનાબેન કંટારિયા ખુરશી પર બેસીને હાથનું સંતુલન ન હોવાને લીધે પગથી ટેબલ તથા ખુરશી-ટેબલ ઢસડીને મોબાઈલ, લેપટોપ તથા ઝેરોક્ષનું મશીન ચલાવી રહ્યાં છે.
બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેસનાર આ દીકરી હાલમાં પરિવારનો દીકરો બની ગઈ છે. જન્મજાતથી જ શારીરિક તકલીફોની વચ્ચે પણ દ્રઢ મનોબળની સાથે જીવતા વંદનાબેન કંટારિયા જન્મજાત સેરિબ્રલ પાલ્સી જેવા રોગથી પીડાઈ રહેલ હોવા છતાં અડગ મનોબળ શું કરી શકે એનું જીવતું જાગતું ઉદાહરણ બની છે.
વંદનાબેને નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી :
17 ફેબ્રુઆરી 1978ના રોજ જન્મેલ વંદનાબેન મણિલાલ કંટારિયા જન્મજાતથી જ સેરિબ્રલ પાલ્સી મગજ તથા હાથ કામ કરવા, શરીરનું સંતુલન ન જળવાઈ રહેવું તથા બોલવાથી ગરદન, હડપચી તથા મોઢાની નસો ખેંચાય એવા સેરિબ્રલ પાલ્સી નામનાં રોગમાં સપડાયા છે.
જન્મના ગણતરીના દિવસોમાં જ વંદનાબેનને કમળાની અસરથી હાથ-પગ નિષ્ક્રિય થઇ ગયા હતા. શિક્ષિકા માતા પુષ્પાબેન તથા પિતા મણિલાલ કંટારિયાની માટે વંદનાનો ઉછેર પેટે પાટા બાંધી કરવો પડે એવી પરીસ્થિતિ નિર્માણ પામી હોવા છતાં કંટારિયા દંપતી ડગ્યું ન હતું!
વંદનાની શારીરિક સમસ્યા દૂર કરવા માટે માતા પિતાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ બીમારી દૂર ન થઇ. વંદનાબેને નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી પણ વંદના કુદરતની પરીક્ષાની વિરુદ્ધ હાર માનવા તૈયાર ન હતી. હાલમાં એ પગથી મોબાઇલ, લેપટોપ તેમજ ઝેરોક્ષ મશીન ચલાવીને દર મહિને રોજગાર મેળવી માતાને આર્થિક મદદ કરી રહી છે.
માતાની મદદથી ધો.7ની સીધી પરીક્ષા આપીને ભોપાલ યુનિ.માં PGDCA કર્યું :
શિક્ષિકા હોવાના નાતે પુષ્પાબેન પોતાના ઘરે બીજા વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ બાળકોને ટ્યૂશન કરાવતાં હતાં. આવા સમયમાં વંદના પણ એમની પાસે જ બેસતી. પોતાની નજરની સામે વાંચતા લખતા બાળકોને જોઇને વંદના પણ લખવા માટે મમ્મીની સાથે જીદ કરતી પરંતુ વંદનાના હાથ-પગ કામ ન કરતા હોવાથી ઘણીવાર ભીની આંખોએ વંદનાને હાથમાં પેન અથવા તો બોલપેન પકડાવીને લખાવવા માટે પ્રયત્ન કરતા.
લાંબો સમય શક્ય બનતા છેવટે વંદના પગના અંગૂઠાની પેન પકડતી થઇ. ધીરે-ધીરે લખતા શીખી ગઈ હતી. કુદરતે આપેલ સમજશક્તિ તેમજ સતેજ બુદ્ધિથી વંદનાએ ધોરણ-7ની સીધી પરીક્ષા આપી હતી. ત્યારપછી ધોરણ-10 એમજ ધોરણ-12ની પણ પરીક્ષાઓ આપીને પાસ ક્લાસ મેળવ્યા હતાં.
જૂનાગઢમાં બી.કોમ.અભ્યાસ જોઈન કરીને ગ્રેજ્યુએશન પૂરૂ કર્યું. ધોરણ-7 થી ગ્રેજ્યુએશન સુધીની પરીક્ષાઓ એણે રાઈટર દ્વારા પાર પાડી હતી .આટલા અભ્યાસ બાદ પણ ન તો હારેલી તેમજ ન તો થાકેલી વંદનાએ જેતપુરમાં આવેલ વિવેકાનંદ કમ્પ્યૂટર કલાસીસ દ્વારા ભોપાલની યુનિવર્સિટીમાં PGDCA અભ્યાસમાં પ્રવેશ મેળવીને અભ્યાસ પણ પૂરો કર્યો.
સ્ત્રી ભ્રૂણ હત્યા કરનાર લોકોને વંદનાનો સંદેશ !
વંદનાએ ભીની આંખોએ સંદેશો વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, સ્ત્રી ભ્રૂણ હત્યા કરનાર લોકોને માનવીની વ્યાખ્યામાં ન સમાવી શકાય, એક માતા ધરતી પર હશે તો જ માનવ જીવનનો વેલો આગળ વધશે. ગર્ભમાં દીકરી હોય એટલે એનો જન્મ ન થવાં દેવો એવી માનસિકતામાંથી આજનો મનુષ્ય ક્યારે બહાર આવશે? સમયાંતરે સ્ત્રીઓને પૂરતી તકો મળે તો સ્ત્રી પણ પુરુષસમોવડી બનવામાં જરાય પણ અચકાય એમ નથી.
સેરિબ્રલ પાલ્સી (C.P.) શું છે?
સેરિબ્રલ પાલ્સીનો આ એક સૌથી સામાન્ય પ્રકાર છે. આ પ્રકારમાં સ્નાયુઓ ખેંચાયેલા, તંગ તથા કડક રહે છે. આને પરિણામે અસર પામેલ હાથ–પગને વાળવામાં અથવા તો સીધા કરવામાં બળ કરવું પડે છે. જો, કે એમ કરવું કઠિન બને છે. કાતરનાં પાંખિયાની માફક, બન્ને પગ એકબીજા પર દોઢાઇ જવાથી પગની આંટી અથવા તો ચોકડી પડતી હોય છે.
ઉભા રહેવામાં કે ચાલતી વખતે બાળક ફક્ત પંજાનો જ ઉપયોગ કરે છે તેમજ એડી ઉંચી રાખે છે. શરીરનાં અંગ પર થયેલ અસર પ્રમાણે સ્પાસ્ટિક સેરિબ્રલ પાલ્સીના પેટા પ્રકાર પણ છે. જેમાં હેમીપ્લેજીઆમાં અડધું અંગ એટલે કે, એક બાજુના હાથ–પગના સ્નાયુઓમાં અસર જોવા મળે છે. ડાઇપ્લેજીઆમાં બન્ને પગનાં સ્નાયુઓ પર અસર હોય તેમ બન્ને હાથમાં થોડી અસર જણાય આવે છે.
કવાડરોપ્લેજીઆમાં બન્ને હાથ તેમજ બન્ને પગ અને ધડનાં સ્નાયુઓમાં અસર દેખાય છે. ડીસ્કાઇનેટીક સેરિબ્રલ પાલ્સીમાં શરીરના ભાગોમાં આપમેળે જ હલનચલન થયા કરે છે! જેથી ઇચ્છા પ્રમાણે કાર્ય કરવામાં સમસ્યા થાય છે. શરીર ધનુષની જેમ પાછળ વળી જાય છે તેમજ મગજ કાબૂમાં રહેતું નથી. શરીરના સ્નાયુઓ ઢીલા રહે છે. શરીર જાણે કે રબરનું બનેલ હોય એવું લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.