ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક દર્દનાક અકસ્માત સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક દીકરીનું દર્દનાક મોત થયું છે. જો વાત કરવામાં આવે તો જૂનાગઢ(Junagadh)ના પુનિત નગરમાં રહેતા માતા-પુત્રી ખરીદી કરવા માટે જેતપુર ગયા હતા.
આ દરમિયાન પાછા ફરતા સમયે સાબલપુર ચોકડી નજીક હનુમાનજીની મૂર્તિ ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલા આઇસર ટ્રકે મોપેડમાં સવાર માતા અને પુત્રીને જોરદાર ટક્કર મારીને અડફેટે લીધા હતા. જેને કારણે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ઘટના સ્થળ પર જ માતાની નજર સામે 19 વર્ષની દીકરી અંજલી રાઠોડનું દર્દનાક મોત થયું હતું. ગોઝારો અકસ્માત સર્જાતા આઇસર ગાડીનો ડ્રાઇવર ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો.
આ દર્દનાક અકસ્માતમાં માતા ભાવનાબેન રાઠોડને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દર્દનાક અકસ્માતની ઘટનાની જાણ થતા સાબલપુર ચોકડી નજીક રોડ પર લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા.
જેને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર, 19 વર્ષની અંજલીબેન કિશોરભાઈ રાઠોડ જુનાગઢ અમૃત ઇન્સ્ટિટયૂટમાં નર્સિંગ તરીકે બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 19 વર્ષની દીકરી અંજલીબેન રાઠોડનું મોત થયાના સમાચારથી પરિવાર અને સમાજમાં ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.