સોશિયલ મીડિયા(Social media) પર અવાર નવાર કોઈને કોઈ ઘટના વાયરલ થતી જ રહે છે. ત્યારે હાલ એક મા-દીકરીની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં પતિના મૃત્યુ પછી એક મહિલા લાંબા સમયથી એકલી રહેતી હતી. પરંતુ તેની પુત્રીએ મહિલાને બીજા લગ્ન(marriage) માટે પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું અને હવે 50 વર્ષની ઉંમરે તે તેની માતાના બીજા લગ્ન કરાવવામાં સફળ રહી છે.
દેબર્તી ચક્રવર્તી અને તેની માતા મૌસુમી ચક્રવર્તી મૂળ મેઘાલયની રાજધાની શિલોંગના રહેવાસી છે. આ અંગે દેબાર્તિ કહે છે કે તેના પિતા શિલોંગના પ્રખ્યાત ડૉક્ટર હતા. નાની ઉંમરમાં બ્રેઈન હેમરેજને કારણે તેમનું અચાનક મૃત્યુ થયું હતું. ત્યારે તેની માતા 25 વર્ષની હતી. અને તેણી પોતે 2 વર્ષની હતી.
વધુમાં તેણે જણાવ્યું હતું કે, તેના પિતાના મૃત્યુ પછી, દેબાર્તિ અને તેની માતા શિલોંગમાં તેની મામાના ઘરે રહેવા લાગ્યા. તેની માતા શિક્ષિકા હતી. દેબાર્તિએ કહ્યું- હું હંમેશા ઇચ્છતી હતી કે તે જીવનસાથી શોધે. પણ તે કહેતી હતી – જો હું લગ્ન કરીશ તો તારું શું થશે.
દેબાર્તિએ કહ્યું- પિતાના મૃત્યુ બાદ ઘરમાં કાકા સાથે પ્રોપર્ટીને લઈને વિવાદ થયો હતો. તે કાનૂની લડાઈ સુધી પણ પહોંચ્યો હતો. ત્યારે તે પણ આ બધી બાબતોમાં અટવાઈ ગઈ હતી.
હાલ દેબાર્તિ હવે મુંબઈમાં રહે છે. તે ફ્રીલાન્સ ટેલેન્ટ મેનેજર તરીકે કામ કરે છે. માતાના બીજા લગ્ન વિશે જણાવતા દેવર્તિએ કહ્યું- તેની માતાને બીજા લગ્ન કરવા માટે મનાવવામાં ઘણો સમય લાગ્યો હતો. પહેલા મેં તેને કોઈની સાથે મિત્રતા કરવા કહ્યું. શરૂઆતમાં મેં એટલું જ કહ્યું હતું કે કમ સે કમ વાત કરો. મિત્રો બનાવો. આ પછી મેં કહ્યું કે હવે બવ થયું, લગ્ન કરી લો.
ત્યારે આ વર્ષે માર્ચમાં દેબાર્તિની માતાએ પશ્ચિમ બંગાળના સ્વપન સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની ઉંમર 50 વર્ષ છે. દેબાર્તિ કહે છે કે સ્વપનના આ પહેલા લગ્ન છે. તેણે કહ્યું કે લગ્ન પછી માતાનું જીવન ઘણું બદલાઈ ગયું છે. તે હવે ખૂબ ખુશ છે. પહેલા તે દરેક વાત પર ચિડાઈ જતી. પરંતુ હવે તે ખૂબ જ મસ્તી કરી રહી છે. હાલ તેની માતા તેમજ તેની દીકરી આ લગ્નથી ખુબ જ ખુશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.