ઘણીવાર સંતાનો એવા નિર્ણયો લઇ લેતા હોય છે કે મા-બાપને એમ થાય કે આના કરતાં નિ:સંતાન રહેવું સારું. જો તમે પણ આ પ્રકારનો સ્વભાવ અને માનસિકતા ધરાવો છો તો તમે પણ આ કિસ્સાને જરુર થી વાંચોજો. કારણ કે એ જ મા- બાપ તમને પેટે પાટા બાંધીને મોટા કરે છે. અમદાવાદ ના પોશ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન માં દિલ દિમાગને ઝંઝોળી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સ્ટેશન માં એક માતા પોતાની દીકરીને કાલાવાલા કરતાં કહેતી હતી કે મેં તને જન્મ આપ્યો છે, ૨૦ વર્ષ સુધી તું મારા દિલનો કટકો બનીને રહી છે. તું આજે મારી સાથે ફક્ત 20 સેકન્ડ તો વાત કરી લે.
પોલીસ સ્ટેશનમાં નજરે જોનાર દરેકના મનમાં હતું કે આ શું થઇ રહ્યું છે? એક મા તેની દીકરી સાથે વાત કરવા કરગરી રહી હતી. પરંતુ દીકરી તો તેની જનેતાની સામું જોયા વગર જ પોલીસને કહ્યું દીધું કે, મારે કોઈ જ વાત કરવી નથી. દીકરીનો આ જવાબ સાંભળતા ની સાથે જ માતા એકદમ ભાંગી પડી. અને જમીન પર બેસી ગઈ અને બોલી ‘જો દીકરીના બદલે પથરો જણ્યો હોત તો સારું હતું.’
અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનમાં દીકરીને મનાવવા માટે કાલાવાલા કરતી અને વાત કરવા માટે કરગરતી માતા ને જોઈને કઠણ હૃદયની પોલીસ પણ પીગળી ગઈ હતી. દીકરી પુખ્ત વયની હોવાને કારણે તે પોતાની જિંદગીના નિર્ણયો જાતે લઈ શકે તેવો કાનૂની અધિકાર તેને મળ્યો હોવાથી લાચાર માવતરની સાથે પોલીસ પણ લાચાર હતી. આખરે દીકરીએ માતાની સામે જોયા વગર જ પોતાના પ્રેમી સાથે રહેવાનું નિવેદન પોલીસે ને આપ્યું. અને પોલીસ ને પણ તેના પ્રેમીની સાથે તેને જવા દેવી પડી..
દીકરીનું પોતાની માતા સાથેનું આ વર્તન જોઈ પરિવારના સભ્યો તો ઠીક, છોકરાઓ પ્રેમમાં ભૂલી જતા હોઈ છે કે આ એ જ મા-બાપ છે જે નિસ્વાર્થ ભાવે તમને 20 વર્ષ સુધી સાચવીને મોટા કરે છે. ભણાવે-ગણાવે છે જેથી તમે સમાજ માં ઉભા રહેવા લાયક બનો છો. અને તમે જયારે મોટા થાઓ અને પોતાનો નિર્ણય પોતાની રીતે લેતા થાઓ ત્યારે મા બાપને તરછોડો દો છો. આવી પરિસ્થિતિમાં મા બાપ અંધારા ખૂણે એકલા રડી પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.