ગુજરાત(Gujarat)ના ઘણા જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તે ઉપરાંત અનેક જીલ્લામાં પુરની સમસ્યા પણ સર્જાય છે. જયારે વડોદરા(Vadodara) જિલ્લાનું સેજપુરા(Sejpura) ગામ પણ પૂરની ઝપેટમાં છે. તે જ સમયે અહીંના એક આદિવાસી પરિવાર પર મુસીબતોનો પહાડ પડ્યો હતો. પૂર સામે ઝઝૂમી રહેલા પરિવારની 16 વર્ષની દીકરીની તબિયત અચાનક બગડી ગઈ. પરિવાર આખો દિવસ બાળકીની સારવાર માટે આમથી આમ દોડતો રહ્યો, ચિંતા કરતો રહ્યો, પરંતુ રસ્તાઓ બંધ હોવાને કારણે એમ્બ્યુલન્સ(Ambulance) સમયસર પહોંચી શકી ન હતી. કોઈ રીતે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.
પૂરના કારણે હોસ્પિટલ પહોંચી શકી ન હતી:
સેજપુરા ગામમાં રહેતી 10મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રેણુકા વસાવાને બુધવારથી તાવ આવતો હતો. પરિવારજનોએ પ્રાથમિક સારવાર કરી હતી, પરંતુ ગુરુવારે તેને ઊલટીઓ થવા લાગી હતી. તેની તબિયત વધારે ખરાબ થતા પરિવારના સભ્યો ગમેતે રીતે ગામના સરકારી દવાખાનએ લઇ ગયા, પરંતુ ડભોઈ તાલુકામાં અતિ ભારે વરસાદના કારણે પુલ અને રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા હોવાના કારણે બંધ હતા. જેના કારણે તેઓએ પુત્રીને લઈને પરત ફરવું પડ્યું.
બે ગામ થઈને ત્રીજા ગામ પહોંચ્યા:
સાંજે રેણુકાને છત્રલ ગામ થઈ માંડલા ગામે લઈ જવામાં આવી હતી. આ પછી પરિવાર રાત્રે રીક્ષાની મદદથી ગમતે રીતે કારવાં ગામની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ, રેણુકા માટે આ સફર ઘણી લાંબી થઈ ગઈ, જેના કારણે હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
રેણુકાના મૃત્યુ પછી પણ પરિવારની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. કારણ કે સેજપુરા ગામ અને આસપાસના અન્ય ગામોમાં પાણી ભરાઈ જવાના કારણે એમ્બ્યુલન્સ ગામમાં પહોંચી શકતી ન હતી. ગમેતેમ કરીને એક વાહનની વ્યવસ્થા કરી તો પણ તેને રસ્તામાં રોકવું પડ્યું. કારણ કે પૂરમાં રોડ ધોવાઈ ગયો હતો. આ પછી, રેણુકાના મામા તેના મૃતદેહને ખભા પર લઈને ગમે તે રીતે બીજી બાજુ આવ્યા અને પછી અહીં રીક્ષાની વ્યવસ્થા કરીને ઘરે પાછા આવી શક્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.