ગુજરાતમાં વધુ એક પરિવારનો સામુહિક આપઘાત- 7 વર્ષના બાળક સહીત માતા-પિતાના મૃતદેહ મળ્યા, કારણ માત્ર એટલું હતું કે…

વડોદરા શહેરમાં આવેલા ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્ષના મકાન નં-102માં રહેતા પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રી(30), પત્ની સ્નેહાબેન પ્રિતેશભાઈ મિસ્ત્રી(32) અને પુત્ર હર્ષિલ પ્રિતેશભાઈ મિસ્ત્રી(7)એ એક સાથે આપઘાત કરી લીધો હતો. જાણવા મળ્યું છે કે, પ્રિતેશભાઈ શેરબજારનું કામ કરતા હતા.

જયારે પ્રિતેશભાઈની માતાએ સવારે આવીને જોયું ત્યારે તે રડવા લાગ્યા તેને રડતા જોઈને આજુ-બાજુના લોકો ભેગા થઇ ગયા ને ત્યાર બાદ પોલીસને બોલાવ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘરની દીવાલ પર લખ્યું હતું કે, અમે અમારીથી મરજીથી આપઘાત કરીએ છીએ, આમાં કોઈ જવાબદાર નથી.

પોલીસે આજુ-બાજુના લોકો સાથે વાત કરી ત્યારે તેને જાણવા મળ્યું કે, પ્રિતેશભાઈ છેલ્લા કેટલા દિવસથી બહાર દેખાતા ન હતા. મળેલી માહિતી અનુસાર પ્રિતેશભાઈએ બેંકોમાંથી લોન લીધી હતી અને પ્રિતેશભાઈને ખૂબ જ દેવુ થઈ ગયું હતું. તેથી પ્રિતેશભાઈએ પરિવાર સાથે આ પગલુ ભર્યુ હતું.

પોલીસે પ્રિતેશભાઈના મિત્ર કેતન સાથે વાત કરી અને ત્યારે જાણવા મળ્યું કે, પ્રિતેશભાઈએ રાત્રે જ તેના મમ્મીને મેસેજ કરી દીધો હતો કે, આવતીકાલે સવારે ઘરે આવજો આપણે જમવા જવાનું છે. અને તેથી આજે સવરે તેમના મમ્મી ઘરે આવ્યા હતા. જયારે તેમના મમ્મી ઘરે આવ્યા ત્યારે પ્રિતેશભાઈ ફાંસો ખાઈને લટકતા જોવા મળ્યા હતા. અને તેમની પત્ની અને પુત્રનો મૃતદેહ બાજુમાં પલંગ ઉપર પડ્યા હતા. પોલીસે આગળની કર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *