હત્યા કે આત્મહત્યા? ચાર દિવસથી ગુમ કોંગ્રેસ નેતાના 22 વર્ષીય પુત્રનો મૃતદેહ મળ્યો- એવી હાલતમાં હતો કે…

વડોદરા(Vadodara): ચાર દિવસ પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલા સાવલી તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને મંજુસર ગામના રહીશ વિજયસિંહ વાઘેલા(Vijay Singh Vaghela)ના 22 વર્ષીય પુત્રનો મૃતદેહ મંગળવારે અલીન્દ્રા ગામના તળાવમાંથી મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. કેવી રીતે થયું યુવકનું મોત? તેનું રહસ્ય યથાવત છે. જ્યારે યુવકની હત્યાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ભાદરવા પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા(Savli taluka) કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજયસિંહ વાઘેલાના પુત્ર અને મંજુસર ગામના રહેવાસી કુલદીપસિંહ વાઘેલા(Kuldeep Singh Vaghela) જેસીબી ભાડાનો વ્યવસાય ધરાવે છે. ચાર દિવસ પહેલા તે મંજુસર જીઆઈડીસી ખાતે જેસીબી લઈને તેની જગ્યા પર માટીકામ કર્યા બાદ અચાનક ગુમ થઈ ગયો હતો.

ત્યાર બાદ પરિવારે ભાદરવા પોલીસ સ્ટેશન(Bhadarwa Police Station)માં કુલદીપ સિંહના ગુમ થવાની ફરિયાદ કરી હતી. પ્રેમ પ્રકરણ અને અપહરણ તેમજ અંગત અદાવતના કારણે ભાદરવા પોલીસે વેપારી ક્ષેત્રેથી તપાસનો દોર શરૂ કર્યો હતો. આ સાથે પરિવાર દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ ગુમ થયેલા કુલદીપ સિંહનો મૃતદેહ અલીન્દ્રા ગામ પાસે આવેલા તળાવમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.

મૃતક જેસીબીનો ધંધો કરતો હતો, અદાવતની આશંકા
આ મામલે ભાદરવા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપતાં આ મોત પાછળના કારણોની તપાસ શરૂ કરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે જો કોઈ હત્યા થઈ હોય તો અપહરણ અને હત્યા પાછળનું કારણ શું હોઈ શકે. અને આ ઘટનામાં કોણ કોણ સામેલ છે? હાલ પોલીસની તપાસ અને આરોપીઓની ધરપકડ બાદ જ ખુલાસો શક્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *