ખડસદમાં કેનાલની પાઈપમાં 20 ફૂટ અંદર કચરો કાઢવા ઉતરેલા આધેડનું મોત

સુરત શહેરના ખડસદ ગામે કેનાલની પાઈપમાં ફસાયેલો કચરો બહાર કાઢવા ઉતરેલા આધેડનું મોત થયું છે. આધેડ પાઇપમાં ફસાઈ ગયાનો કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ બનાવ વાળી જગ્યા પર પહોંચીને આધેડને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમની મહેનત સફળ થાય તે પહેલાં આધેડે દમ દોડી નાંખ્યો હતો. પાઈપ સાફ કરવા ઉતર્યા બાદ મોતને ભેટ્યાં હોય તેમ માનવામાં આવે છે. હાલ સમગ્ર મુદ્દે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી કરાઈ

ખડસદ ગામેથી પસાર થતી કેનાલના પાઈપમાં 50 વર્ષિય મનહરભાઈ ઉકરભાઈ રાઠોડ કેનાલમાં પાણી છોડ્યું હોવાથી સાળા અને અન્ય શ્રમિકો સાથે સફાઈ માટે ઉતર્યાં હતાં. આ દરમિયાન મનહરભાઈ પાઈપમાં 20 ફૂટ અંદર સુધી અંદર જતાં રહ્યાં હતાં. જેથી મનહરભાઈના સાળા અને અન્ય લોકોએ તેને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યાં હતાં. પરંતુ તેમાં સફળતા ન મળતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પાણીના ફ્લો વચ્ચે ફાયર વિભાગ દ્વારા આ આધેડને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. આધેડને સારવાર  માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવે તે પહેલાં આ આધેડે દમ તોડી નાખ્યો હતો

ફાયરબ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું

ફાયરબ્રિગેડના ઓફિસર વિનોદભાઈએ જણાવ્યું હતું કે, કોલ મળતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળએ પહોંચી ગયાં હતાં. પાઈપની અંદર આધેડ હોવાનું જાણ થતાં કેનાલનું પાણી બંધ કરાવવામાં આવ્યું હતું. બાદમાં પાઈપમાં પાણી હોવાથી ફાયરબ્રિગેડના જવાનો ઓક્સિજન બોટલ સાથે રાખી પાઈપમાં જઈ શકે તેમ ન હોવાથી ટ્રોલીબીએ સેટનો ઉપયોગ કર્યો હતો. ઓક્સિજન પાઈપ છેક સુધી લંબાઈને આધેડને બહાર કઢાયા હતાં. જો કે, આધેડનું મોત થઈ ચુક્યું હતું.

ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

ખડસદ ગામમાં રહેતા અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતાં મનહરભાઈ ઉકરભાઈ રાઠોડના મોતને પગલે ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવવાની ફરજ પડી હતી. મનહરભાઈના મોતથી તેમની પત્ની અને દીકરીઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *