મધ્યપ્રદેશ: હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે માર્ગ અકસ્માતમાં રાજસ્થાનના 3 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકોને રતલામ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. તમામ રાજસ્થાનના નિમ્બહેરાના રહેવાસી છે.
જાણવા મળ્યું છે કે, તેઓ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ દર્શન માટે જઈ રહ્યા હતા. ડ્રાઈવરને લગભગ 3:15 વાગ્યે જોકું આવી જતા ઇકો વાન અનિયંત્રિત થઈને પલટી ગઇ હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી ટોલ પ્લાઝા એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કારમાં 6 બાળકો સહિત 13 લોકો હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ લોકોની હાલત નાજુક છે અને તેમને રતલામ રીફર કરવામાં આવ્યા છે.
બડનાવર ટીઆઈ સીબી સિંઘના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 45 વર્ષીય કિશોર, 12 વર્ષીય કમલ અને 40 વર્ષીય રામકન્યાનું મોત નીપજ્યું છે. આ સિવાય 17 વર્ષીય અનુ, 40 વર્ષીય ગુડ્ડીબાઈ અને 45 વર્ષીય કૌશલ્યાને પ્રાથમિક સારવાર બાદ રતલામ રીફર કરવામાં આવ્યા છે.
ધાર કલેક્ટર આલોક સિંહ કહે છે કે, મુલાકાતીઓ ઓમકારેશ્વરની મુલાકાત લેવા જતા હતા. આ દરમિયાન, બડનાવર નજીક હાઇવે પર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. હાલ તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ટૂંક સમયમાં કાર્યવાહી બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવશે. આ સિવાય અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પણ સમયસર સારવાર આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.