Breaking News: અમરનાથ યાત્રાએ ગયેલા વધુ એક ગુજરાતીનું મોત, જામનગરના શિવભકતનું કરુણ નિધન

Amarnath Yatra: હાલ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં યાત્રાળુઓ યાત્રા કરવા માટે અમરનાથ અને ચારધામની યાત્રા કરવા માટે જાય છે. પરંતુ અમુક સમય એવી ઘટના બની જાય છે કે લોકો યાત્રા પર જવાનું બંધ કરી દે છે.એવી અમુક ઘટનામાં લોકોના મોત પણ નીપજ્યા છે.તેવી જ ઘટના ગુજરાતના જામનગરમાં કલ્પેશભાઈ ઝવેરી નામના વ્યક્તિનું અમરનાથયાત્રા(Amarnath Yatra) દરમિયાન મોત નીપજ્યું છે.

તેઓ જામનગરની વિદ્યોતેજક મંડળ નામની શૈક્ષણિક સંસ્થામાં ફરજ બજાવતા હતાં. કલ્પેશભાઈનુ અમરનાથ યાત્રા દરમિયાન ઓક્સિજન લેવલ ઘટતા મૃત્યું નીપજ્યું છે. જેમના મૃતદેહને અમરનાથથી જામનગર લાવવામાં આવ્યો છે.

વિદ્યોતેજક મંડળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા
જામનગર શહેરના શેઠ ફળી વિસ્તારમાં કલ્પેશભાઈ ઝવેરી રહેતા હતા અને જેમની ઉમર આશરે 53 વર્ષ હતી અને જેઓ જામનગરની શૈક્ષણિક સંસ્થા વિદ્યોતેજક મંડળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જેઓ પોતાના મિત્ર મંડળ સાથે થોડા દિવસ પહેલા જ જામનગરથી અમરનાથની યાત્રાએ ગયા હતા. તે દરમિયાન તેમનું ઓક્સિજન લેવલ ઘટતા તેમનું મૃત્યુ થયું છે.

તબિયત વધુ ગંભીર થતાં તેમનું મૃત્યું થયું હતું.
મળતી માહિતી અનુસાર,કલ્પેશભાઈની તબિયત લથડતા તેમને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં સારવાર દરમિયાન તબિયત વધુ ગંભીર થતાં તેમનું મૃત્યું થયું હતું. તેમના નિધનના સમાચાર સાંભળતા જ પરિવારજનો ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *