ચાર ધામ યાત્રા(Char Dham Yatra) ઉત્તરાખંડ (Uttarakhand)ની અર્થવ્યવસ્થા (Economy)નો આધાર છે. કોરોનાના સમયગાળા દરમિયાન ચાર ધામ યાત્રા બંધ થવાને કારણે રાજ્યની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું હતું. આ વર્ષે ચારધામ યાત્રા નિર્ધારિત સમયે શરૂ થઈ તો હિન્દુ ધર્મના લોકોમાં તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3 મેથી શરૂ થયેલી ચાર ધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદાર(Baba Kedar), બદ્રીનાથ(Badrinath) ધામ, ગંગોત્રી(Gangotri) અને યમુનોત્રી (Yamunotri)ના દર્શન કરી ચુક્યા છે.
ભક્તોની સંખ્યાની સાથે ચારધામ યાત્રા દરમિયાન કુદરતી અને અન્ય કારણોસર મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તાજેતરના આંકડાઓ અનુસાર ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 63 શ્રદ્ધાળુઓના મોત થયા છે. કહેવાય છે કે કેદારનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓના મોતના સૌથી વધુ કેસ નોંધાયા છે.
એવું કહેવાય છે કે કેદારનાથ યાત્રા દરમિયાન 63 માંથી 30 મૃત્યુ થયા હતા. યમુનોત્રીમાં 19, બદ્રીનાથમાં 12 અને ગંગોત્રીમાં ચાર યાત્રાળુઓના મોત થયા હતા. ચારધામ યાત્રા દરમિયાન યાત્રિકોના મોત પાછળનું સૌથી મોટું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચારધામ યાત્રા દરમિયાન મોટાભાગના મૃત્યુ પાછળ હાર્ટ એટેકનું કારણ છે.
કેદારનાથ યાત્રા ફરી શરૂ:
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી. કેદારનાથ ધામ માટે રવાના થતા ભક્તોને માત્ર સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં જ રોકવામાં આવ્યા હતા. આજે હવામાન ચોખ્ખું છે. હવામાન સાફ થયા પછી, સોનપ્રયાગ અને ગૌરીકુંડથી શ્રદ્ધાળુઓની ટીમને કેદારનાથ ધામ મોકલવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કેદારનાથ ધામ માટે આજે લગભગ આઠ હજાર શ્રદ્ધાળુઓ રવાના થયા છે.
વરસાદે મુશ્કેલીમાં વધારો કર્યો:
દિલ્હીમાં વરસાદ ગરમીથી રાહતનો સંદેશ લાવ્યો છે, પરંતુ પર્વતીય વિસ્તારોમાં આ વરસાદ અને હિમવર્ષાને કારણે લોકોની મુશ્કેલી વધી છે. ચારધામ યાત્રાએ ગયેલા યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેદારનાથ ધામની આસપાસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બરફ પડી રહ્યો છે. ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે કેદારનાથ ધામની આસપાસ ઠંડી ઘણી વધી ગઈ છે અને તાપમાનનો પારો માઈનસ થઈ ગયો છે. એક તો ઉપરથી ઓક્સિજનની અછતના કારણે મુસાફરોને બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
માર્ગ પર જામ વરસાદના કારણે:
કેદારનાથ ધામના માર્ગ પર પણ જામ છે. સોનપ્રયાગથી ગૌરીકુંડનું અંતર માત્ર પાંચ કિલોમીટરનું છે, જેને કાપવામાં સામાન્ય રીતે 10 મિનિટનો સમય લાગે છે, પરંતુ જામના કારણે ભક્તોને તેને કાપવામાં બેથી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે. રસ્તો એકદમ સાંકડો છે અને તે જામનું મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. વહીવટીતંત્રની શટલ સેવા દ્વારા કેદારનાથ જતા મુસાફરોને આના કારણે કલાકો સુધી હાલાકી ભોગવવી પડે છે.
ITBP દ્વારા એલર્ટ કરાયું:
કેદારનાથ ધામની સુરક્ષા સંભાળી રહેલી ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)એ શ્રદ્ધાળુઓને એલર્ટ કર્યા છે. ITBPએ કહ્યું છે કે ભક્તોએ પર્વત પર જતા પહેલા ખાસ કાળજી લેવી જોઈએ. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 24 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ એલર્ટ ખાસ કરીને ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ માટે છે. જણાવી દઈએ કે ગૃહ મંત્રાલયે યાત્રાળુઓની સુરક્ષા માટે ITBP તૈનાત કરી છે. એકલા કેદારનાથમાં 100 થી વધુ ITBP જવાનો તૈનાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.